બુદ્ધિ આગળ બળ પાણી ભરે
January 16 2020
Written By
                            
                             Rahul Viramgamiya
Rahul Viramgamiya
                            
                        
                    એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા નીકળ્યો. તે રસ્તો ભૂલી ગયો. તેને કકળીને ભૂખ પણ લાગી હતી. ત્યાં બન્યું એવું કે, સામે એક સિંહ આવી રહ્યો હતો. સિંહને જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. હવે કરવું શું? આજુબાજુ નજર કરી, તો કેટલાંક હાડકાં જોયાં. કૂતરાએ એક હાડકું લઈને સિંહ તરફ પીઠ કરીને હાડકું
ચૂસવાનું શરૂ કર્યું ને મોટેથી બોલતો જાય, વાહ ! સિંહના શિકારથી તો આજે મોજ પડી ગઈ. એમ કહીને એણે મોટેથી ઓડકાર ખાધો. કૂતરાની આ વાત સાંભળીને સિંહ ઢીલો પડી ગયો. સિંહને લાગ્યું કે, આ કૂતરેમારો ભોગ લેશે. એટલે એ તો બીકનો માર્યો ત્યાંથી ભગવા માંડ્યો. આ દશ્ય ઝાડ ઉપર બેઠેલો વાંદરો જોતો
હતો. એને નવાઈ લાગી કે, એક સામાન્ય કૂતરાથી ડરીને જં ગલનો રાજા ભાગવા માંડયો ! વાંદરો ઝાડ ઉપરથી નીચે કૂદીને સિંહ પાસે દોડતો ગયો. તેણે સિંહને રોકીને કહ્યું, વનરાજ, એ કૂતરાએ તમને મૂર્ખ બનાવ્યા છે. ‘ આટલું સાંભળતા સિંહ જોરથી ગજર્યો અને બોલ્યો,‘ચાલ, મારી સાથે એની હું દશા બગાડી
દઉં.’ એમ કહી સિંહે વાંદરાને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો ને કૂતરા તરફ દોડ્યો. આ તરફ કૂતરાએ જોયું કે, સિંહ આવી રહ્યો છે. એટલે એ સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો ને જોરથી બોલવા લાગ્યો, ક્યાં ગયો પેલો વાંદરો? એક કલાક થવા આવ્યો છતાં કેમ ડોકાયો નહીં? ક્યારનો મેં મોકલ્યો છે. સિંહને ભોળવીને
મારી પાસે લઈ આવવા માટે મેં એને મોકલ્યો હતો છતાં તે ક્યાં મરી ગયો? હજુ સુધી કેમ આવ્યો નહીં? કૂતરાના આ શબ્દો સિંહે સાંભળ્યો ને મનમાં થયું, બાપ રે ! મારો જ શિકાર કરવા માટે આ વાંદરો મને મૂરખ બનાવીને લાવ્યો છે. તરત જ સિંહ વાંદરાને પોતાની પીઠ ઉપરથી નીચે પછાડ્યો અને પોતે જંગલમાં ભાગી નીકળ્યો. આનું નામ બુદ્રિ આગળ બળ પાણી ભરે.
More from Rahul Viramgamiya
 
                         
                         
                        More Stories
 
                         
                         
                        Interactive Games
 
            Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
 
            Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
 
            Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
 
                 
                 
                 
                 
                         
                 
                 

 
                             
                             
                             
                             
                            