મુલ્લા નસરુદ્દીનની વાતો
August 31 2015
Written By
Gurjar Upendra
“એક વાર કેટલાક છોકરાઓએ વિચાર કર્યો કે આજે જરી મુલ્લાંને બનાવીએ.
તેમણે મુલ્લાંની પાસે આવી કહ્યું : ‘પેલા ઝાડ પર પંખીનો માળો છે તે અમને ઉતારી આપો ! અમારાથી ઉપર ચડાતું નથી !’
બાળકોનું કામ સમજી મુલ્લાંએ હા પાડી. તેમણે ઝાડ પર ચડવા માટે જોડા ઉતર્યા. એટલામાં તેમને વિચાર આવ્યો કે છોકરાએ મનમાં કઈ તોફાન કરવા ધાર્યું હશે તો ? છોકરાનું ભલું પુંછવું !
એટલે તેમણે જોડા ઉઠાવી પોતાની કમરે બાંધી લીધા.
છોકરાઓએ કહ્યું : ચાચા, આ શું કરો છો ? શું અમે તમારા જોડા નહિ સાચવીએ ?’
મુલ્લાંએ કહ્યું : ‘સાચવશો એ વિષે મને કઈ શંકા નથી; પણ ક્યાં રાખીને સાચવશો એ વિષે હું નિશ્ચિત થઇ શકતો નથી ! કદાચ મને સાવ અજાણી એવી જ કોઈ જગાએ તમે મારા જોડા સાચવવા લઇ જવાના હો તો ?’
મુલ્લાંની શંકા ખરી હતી. મુલ્લાં ઝાડ પર ચઢે એટલે એમના જોડા ક્યાંક સંતાડી દેવા, અને પછી ગમત કરાવી એવી છોકરાઓની યોજના હતી. તેથી જરા ભોઠાં પાડી જી તેમણે કહ્યું : ‘પણ ચાચા, જોડાનું ઝાડ પર શું કામ છે ?’
મુલ્લાંએ કહ્યું : ‘તો ઝાડ નીચેયે શું કામ ? પણ ખરી વાત એ છે કે હું બહુ કામધો માણસ છું. તમારું કામ પૂરું થયું કે તરત મારે ઘેર જવું પડે – ઝાડ પરથી નીચે ઉતરીને જોડા પહેરવા જેટલો મને વખત ક્યાં છે ? જોડા પહેરવાનો વખત નથી, તો જોડા શોધવાનો તો હોય જ ક્યાંથી ? સમજ પાડી ને હવે ?’
છોકરાઓએ કહ્યું : ‘તો ચાચા, તમે નીચે ઉતર્યા વગર ઘેર કેવી રીતે જવાના ?
મુલ્લાંએ કહ્યું : ‘કેમ ઝાડે ઝાડે ઠેકતો ચાલ્યો જઈશ ! જોડા મારા પગમાં હશે ને ? સમજ પાડી હવે ?’
છોકરાઓ ચુપ થઇ ગયા.”
……………………………………………………………………………………………………………………………………
“એક વાર મુલ્લાં નસરુદ્દીન વાતની ગરમીમાં બોલી નાખ્યું કે મારા જેવી તીરંદાજી કોઈ ની નહિ !
તરતજ કેટલાક માણસોએ એમના હાથમાં તીરકામઠું પકડાવી દીધુને કહ્યું : ‘તાકો પેલું નિશાન !’
મુલ્લાંએ પણછ ખેંચી તીર છોડ્યું. તીર નિશાનથી દુર જી પડ્યું. બધા હાસ્ય કરે : ‘મુલ્લાં, આ તમારી તીરંદાજી ને ?’
મુલ્લાંએ ફટ જવાબ દીધો : ‘ના, આ તો કાજીઓની તીરંદાજી હતી. કાજીઓ કેવી તીરંદાજી કરે છે તે મેં તમને દેખાડ્યું .’
હવે લોકોએ મુલ્લાને કહ્યું : ‘તો બીજું તીર છોડો !’
મુલ્લાંએ બીજું તીર છોડ્યું. તે નિશાન સુધી પહોચ્યુ જ નહિ. લોકો ફરી હસ્યા. કહે : ‘મુલ્લાં, આજ તમારી તીરંદાજી ને ?’
મુલ્લાંએ કહ્યું : ‘ના, આ તો કોટવાલ લોકોની તીરંદાજી હતી. કોટવાલ કેવી તીરંદાજી કરે છે તે મેં તમને દેખાડ્યું !’
લોકોએ કહ્યું : ‘તો ત્રીજું તીર છોડો !’
મુલ્લાંએ ત્રીજું તીર છોડ્યું. અકસ્માતે એ તીર નિશાનને ચોટ્યું.
લોકો કહે : ‘મુલ્લાં, કોની તીરંદાજી હતી ?’
મુલ્લાં કહે : એ આ બંદા નસરુદ્દીનની તીરંદાજી હતી !’
More from Gurjar Upendra
More Stories
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.