સુલતાનની કુર્નિશ બજાવવાની સ્પષ્ટ ના
July 27 2015
Written By
Gurjar Upendra
સુલતાનની કુર્નિશ બજાવવાની સ્પષ્ટ ના
બાળ શિવાજીને એક વખતે પિતા શાહજી ભોંસલે સાથે બિજાપુરના સુલતાનના દરબારમાં જવાનું થયું. શાહજી અને શિવાજી દરબાર તરફ જતા જ હતા ત્યાં તેઓએ જોયું કે, એક ખૂણે કસાઈ ગાયનો વધ કરવા તત્પર બન્યો હતો. ગાય માથું હલાવી ભાંભરડા દેતી હતી. શાહજી આગળ નીકળી ગયા હતા. એટલે સલાહ લેવાનો સમય ન હતો. શિવાજી કસાઈ અને ગાય તરફ આગળ વધ્યા. અલમસ્ત શરીરવાળા કસાઈનો હાથ ગાય પર પ્રહાર કરવા ઊંચકાયો કે તરત જ શિવાજીની ટચૂકડી તલવારના એક જ ઝાટકે તેને અધ્ધર જ કાપી નાખ્યો. બાવડામાંથી કપાયેલ હાથ હેઠો પડ્યો. બાળ શિવાજીએ મારતે ઘોડે પિતા શાહજીને આ બધી વાત કહી. ઘડીવાર તો શાહજી સુન્ન થઈ ગયા, પરંતુ પછી તેઓએ પોતાની જાતને સંભાળી લીધી. બંને સુલતાનના દરબારમાં પહોંચ્યા. દરબારમાં પહોંચતાં જ શાહજી લળી-લળી સુલતાનને કુર્નિશ બજાવી પોતાના સ્થાને બેસી ગયા, પરંતુ બાળ શિવાજીએ કુર્નિશને બદલે સાદા નમસ્કાર કર્યા. સુલતાન ધુંધવાયો, શાહજી આ સમજી ગયા. તેઓએ શિવાજીને કહ્યું, ‘બેટા, બાદશાહ સલામતને કુર્નિશ બજાવો.’ શિવાજીએ ભરદરબારમાં મક્કમપણે જવાબ આપ્યો. ‘પિતાજી, બાદશાહની નોકરી આપ કરો છો, હું નહીં.’ શિવાજીનો જવાબ સાંભળી શાહજી મનોમન ખુશ થયા.
મક્કમ મન, રાષ્ટ્ર અને ધર્માભિમાનથી છલોછલ આ બાળકે આગળ જતાં હિન્દુસ્તાનને મુઘલ સામ્રાજ્યના કારમા પંજામાંથી છોડાવ્યું અને મહાન હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી તરીકે પ્રસિદ્ધ થયો.
લેખ સંદર્ભ : સાધના સાપ્તાહિક (11 – 07 – 2015)
More from Gurjar Upendra



More Stories



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.