Home » GL Community » Page 5 » Stories
વર્ષો પહેલાંની આ સાવ સાચી વાત છે. હૈદરાબાદ વિશ્ર્વવિદ્યાલયના ચોગાનમાં એક લીમડાનું ઝાડ ઊભું હતું. આંખોને ઠારતું, શીતળ છાંયડો પાથરતું આ ઝાડ વિદ્યાર્થીઓને જ નહિ, શિક્ષકોને પણ બહુ ગમતું હતું. સૌ એના છાંયામાં બેસતા. એની ડાળો પરથી પંખીઓ ટહુકાઓનો વરસાદ વરસાવતાં. એમાં મન ભરી ભીંજાઈને સૌ તરબોળ થઈ જતા. વિશ્ર્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી […]
[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. […]
એક કઠિયારો ખૂબ જ સમયથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. તેવામાં શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો, બીજે જ વર્ષે તેનો પગાર વધવા માંડ્યો. આ જોઈ પહેલા કઠિયારાએ પોતાને તો કદી પગારવધારો નહિ મળવાની ફરિયાદ કરી. શેઠે જવાબ આપ્યો, વર્ષોથી જેટલાં ઝાડ તું કાપતો હતો, તેટલાં જ ઝાડ આજે […]
એક હતું શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઉ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાં બે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે – હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ […]
દ્રોણાચાર્યે કૌરવા તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત કરવા માડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજ પુત્રો એમની પાસે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શિખવા માટે આવવા માડ્યા. વૃષ્ણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી. અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્યપાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ […]
ગંગામાને દીકરા તો હતા નહિ. કુટુંબમાં કહી શકાય તો માત્ર બે દીકરીઓ હતી. ગંગામાની તબિયત એકાએક બગડી જવાનાં સમાચાર સાંભળીને એ બંને સાસરેથી આવી ગઈ હતી. છેવટે, જે ઘડીને સૌ રાહ જોતાં હતાં એ ઘડી આવી પહોંચી. માના મોઢામાં બંને દિકરીઓએ ગંગાજળ મૂક્યું…. ને ગંગામામાં શક્તિનો સંચાર થયો. એમના હોઠ ફફડ્યા. એટલું જ નહિ, અવાજ […]
એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું, આ ફૂલ જે ખીલ્યું,તે ખીલીને તો ખરવાનું, હોડી ન હલેસાં હો, ન શઢ હો ન સુકાની હો, દરિયોય જ દેખાતો ને પાર ઉતારવાનું…….. ‘આદિલ’ મન્સૂરી એક શેઠ પાસે પુષ્કળ ધન હતું પણ મનની શાંતિ નાં હતી એ સતત ચિંતાતુર રહેતા હતા.પોતાની આ સમસ્યા લઈને તેઓ એક સાધુ પાસે […]
ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી. ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે . તે બીજી […]
એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.? બિરબલ બોલ્યો જહાપનાહ આપણા રાજ્યની વાત છોડો આખી દુનિયાના ઘરોમાં પત્નીનું […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
કાઠિયાવાડમાં જૂનાગઢ ગામ. ને એમાં દાદુશેઠ રહે. દાદુશેઠ મૂળે તો દ્વારકાના વાઘેર અને એમની સાત પેઢીનો ધંધો લૂંટફાટનો. પણ દાદુશેઠમાં અક્કલ વધારે હતી એટલે એમણે ધંધામાં બુદ્ધિ લગાડી. એક રૂપિયાના એકવીસ થયા. અને એકવીસના એકવીસસો થયા. લક્ષ્મી ઝપાટાબંધ વધવા લાગી. દાદુ વાઘેરને સહુ તુંકારે બોલાવતા હતા એને બદલે દાદુશેઠ થઈ રહ્યું. જે સગાંવહાલાં પહેલાં સામે […]
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.