Gujaratilexicon

સાંભળ રે તું સજની (દયારામ)

December 19 2018
Gujaratilexicon

સાંભળ રે તું સજની (દયારામ )

‘સાંભળ રે તું સજની ! મારી, રજની ક્યાં રમી આવી જી ?
પરસેવો તને ક્યાં વળ્યો ? તારી ભમ્મર ક્યાં ભીંજાણી ?
સાચું બોલો જી !’

‘વનમાં હું તો ભૂલી પડી ને અતિશે મૂંઝાણી જી;
પરસેવો મને ત્યાં વળ્યો મારી ભમ્મર ત્યાં ભીંજાણી.
સાંભળ સજની જી !’

‘કાલ મેં તારી વેણ ગૂંથી’તી છૂટી ક્યાં વિખરાણી જી ?
એવડી ઉતાવળ શી પડી છે કે ઝૂલડી નવ બંધાણી ?
સાચું બોલો જી !’

‘કાળો તે ભમરો શિર પર બેઠો, ઉરાડતાં સેર છૂટી જી,
જ્યમત્યમ કરીને બાંધતાં વચમાંથી નાડી તૂટી.
સાંભળ સજની જી !’

‘આ ચોળી અતલસની પહેરી, સહિયરે વખાણી જી;
ચોળીની કસ ક્યાં તૂટી ? તું આવડી ક્યાં ચોળાણી ?
સાચું બોલો જી !’

‘હૈયું મારું દુખવા આવ્યું, વાએ કરીને કાપ્યું જી,
પીડા ટાળવા કારણે મેં કળે કરીને દાબ્યું.
સાંભળ સજની જી !’

આવડાં પુષ્પ ક્યાંથી વાટે તુજને કોણે આપ્યાં જી ?
એવો રંગરસિયો કોણ મળિયો ? પ્રેમે કરીને થાપ્યાં.
સાચું બોલો જી !’

‘સૂરજકળાએ હું જાતી હુતી, વાટે મળ્યા વનમાળી જી,
સમ ખાઈને મુને તેણે આપ્યાં, તેની પ્રતિજ્ઞા પાળી.
સાંભળ સજની જી !’

‘અવળો ચણિયો કેમ પહેર્યો છે ? જેમતેમ વીંટી સાડી જી,
સજક થઈને સુંદરી ! હાવાં વસ્ત્ર પહેરોની વાળી.
સાચું બોલો જી !’

‘સાથ ના સહિયરે કીધો, ઉતાવળી વેગે ચાલી જી,
અવળો ચણિયો પહેરી દીધો, હવે વસ્ત્ર પહેરીશું વાળી.
સાંભળ સજની જી !’

‘નીકળી હતી તું સૌથી પહેલી સાથ અમારો મેલી જી,
પછવાડેથી ક્યાંથી વહેલી જઈને તું બેઠી ?
સાચું બોલો જી !’

‘નીકળી હતી હું સૌથી પહેલી સાથ સહિયરનો મેલી જી.
વાટે હું ભૂલી પડી ગઈ, ત્યહાં જઈ બેઠી વ્હેલી.
સાંભળ સજની જી !’

‘કસ્તૂરી અંગે બ્હેકે છે, આ વનમાં કોણ આવે જી ?
સર્વ શરીરે તારે વ્યાપી રહી છે તે ક્યમ જાયે ઢાંકી ?
સાચું બોલો જી !’

‘મૃગશલ્યાએ મૃગલો બેઠો તેને મેં જઈ ઝાલ્યો જી,
તેની વાસના મારા અંતરમાં પેઠી, તે નથી રહેતી ઢાંકી.
સાંભળ સજની જી !’

‘અધર દંત બેઠા દીસે છે, છાતીએ નખ વાગ્યા જી,
તારુણી ! તારા તનડામાં પેસી કામબાણ ક્યાં વાગ્યાં ?
સાચું બોલો જી !’

‘મધુરાં વાયક પોપટ બોલ્યો, તેને મેં જઈ ઝાલ્યો જી,
ચંચળ ચાંચ ભરીને નાઠો, તત્ક્ષણ ત્યાંથી છૂટ્યો.
સાંભળ સજની જી !’

‘શ્યામસુંદર તને મળ્યા દીસે છે તે અંગે તું પસરાઈ જી,
જે જે પૂછું તેના ઉત્તર આપે એ બધી તુજ ચતુરાઈ !’
સાચું બોલો જી !’

‘જે વાટે હરિ મળિયા હોયે તે વાટે નવ જાઉં જી,
આ વાટે હરિ મળિયા હોય તો કહો તેવા સમ ખાઉં.
સાંભળ સજની જી !’

‘મારે એવી પ્રતિજ્ઞા જે પરપુરુષ ભાઈબાપ જી,
દાસ દયાના સ્વામીને ભજતાં ભવની ભાવટ જાય.
સાંભળ સજની જી !’

Listen O Sajani Mine (Dayaram)

Listen O sajani mine, where did you sport in the moonlight?
Where did you perspire so much? Where your eyebrows got wet?
O tell me the truth.’

‘I got lost in the wilderness and was very perplexed;
I perspired so much and so my eyebrows got wet.
Hear my sajani.’

‘Yesterday I had woven your veni2 – how come it got disentangled?
What was the great hurry that you could not tie up your zooladi3?
O tell me the truth.’

‘A black wasp perched on my head – brushing it off the string did loosen,
while trying to tie it again the string somehow got broken.
Hear my sajani.’

‘This choli4 of atalas silk on you that we have all so admired –
how did its string break? How did your raiment get spoiled?
O tell me the truth.’

‘I cut off the choli’s string, since my heart from humour of wind ached;
I pressed my heart to suppress the pain, and so my clothes got disheveled.
Hear my sajani.’

‘How did you get so many flowers along the path, from whom?
Who was the flirt you met who pressed them so amorously on you?
O tell me the truth.’

‘I was going to see the sun’s glory when I met Krishna on the path,
I only fulfilled his vow and he forced flowers on me on oath.
Hear my sajani.’

‘How come your chaniya5 is inside out? And the sari worn so shabbily?
O pretty girl, why don’t you wear these clothes more becomingly?
O tell me the truth.’

‘My friends did not accompany me, so I walked in great hurry;
in haste I wore the chaniya wrongly, from now I will wear it properly.
Hear my sajani.’

‘You did not accompany us, you got started first.
And thereafter, where did you go and sit?
O tell me the truth.’

‘Forsaking friends’ company I indeed started first.
But I got lost along the way, so I reached early and sat.
Hear my sajani.’

‘Your body is fragrant with musk – who could venture in this forest?
It is pervading your entire body, how can you possibly hide it?
O tell me the truth.’

‘The musk-deer sat on a slab and I went and caressed it.
His lust got inside me, how can I possibly hide it?
Hear my sajani.’

‘The teeth marks on your lips, and nail scratches on your breasts.
Young lady! Where have the love-arrows struck your flesh?
O tell me the truth.’

‘Sweet phrases did the parrot utter, so I went and held it.
It escaped that instant after pecking me with its beak.
Hear my sajani.’

‘Looks like Krishna met you and you got seduced.
Your answers to all my queries are just clever half-truths.
O tell me the truth.’

‘I would never tread the path where one might meet Hari.6
I’ll take the oath you choose if I indeed met on this path Hari!
Hear my sajani.

‘Mine is the vow: any male other than the Lord is my brother or father.
On worshipping servant Daya’s Master7, all of life’s woes leave for ever.
Hear my sajani.’

1 Beloved girl friend
2 A small garland of flowers worn by ladies around their buns
3 A type of freely swinging shirt
4 An upper garment worn by females
5 A lower garment worn by females
6 Name of Lord Vishnu whose incarnation was Krishna
7 Krishna

Appreciation

There is a tradition in Gujarat of males enacting female sensibility. There was an actor, for instance, Jayshankar Sundari, who was so good at taking female roles that the wealthy of their day solicited appointments with ‘her’! In the dance-dramma called ‘bhavai’, the so-called ‘targalas’ take female roles. Among poets, too, there have been quite a few that have excelled at evoking feminine sensibility. Dayaram was one of them. But Dayaram went one step further. He mingled male sexuality with female sensuality. This poem is an example.

About The Author

Dayaram (1777-1853) was from Chanod in Vadodara district of Central Gujarat. After he lost his parents when he was still a boy, he was raised in Dabhoi by his maternal family. He was born a Brahmin, a member of the nagar caste. He never married, and he consecrated his life to the worship of Krishna. He was a follower of the sect of Vaishnavism called Pushti Marga. Apparently, he was quite a traveler, for he is supposed to have toured the whole of India thrice. Although his formal schooling may have been negligible, he seems to have studied the Vaishnav scriptures. He was a fine singer, and he composed innumerable songs called ‘garbi’s for singing in a chorus by women. He died after an illness lasting twelve years. Dayaram was a poet of romantic love and wit who wrote in Gujarati, Hindi, and Vrajbhasha (the language of the area in North India where Krishna is believed to have grown up). There are even poems attributed to him that were written in Marathi and Sanskrit. But even when he wrote of man – woman love, at the core it was about the love for Krishna as God. The acme was the visualization – ‘darshan’ – of Krishna’s raas-leela (his stick dance with the gopis or milkmaids) during a paroxysm of love for the divine.

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

ભમ્મર – આંખ ઉપરનું ભવું, ભમા, ભૃકુટિ
ઝૂલડી – બાળકનું ઝૂલતું રહે એ પ્રકારનું કેડિયું કે ઝભલું. (૨) કસબી કોરવાળું કેડિયું
અતલસ – એ નામનું એક જાતનું નરમ રેશમી કાપડ

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

મંગળવાર

16

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects