Gujaratilexicon

ગ્રામ્યમાતા (કલાપી)

August 29 2018
GujaratilexiconGL Team

ગ્રામ્યમાતા (કલાપી)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં !

મધુર સમય તેવે ખેતરે શેલડીના,
રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

વૃદ્ધ માતા અને તાત તાપે છે શગડી કરી,
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

ત્યાં ધૂલ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધ માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને
જોતાં ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે !

ત્યાં તો આવી પહોંચ્યા એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક એ ઊઠી ત્યારે “આવો, બાપુ !” કહી ઊભો.
“લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને” બોલીને,
અશ્વથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;

“મીઠો છે રસ ભાઈ‌‌ ! શેલડી તણો !” એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને ગઈ જ્યાં છે ઊભી શેલડી !

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

“બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા,”
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.
કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની
એકે બિન્દુ પણ રસ તણું કેમ હાવાં પડે ના !
“શું કોપ્યો છે પ્રભુ મુજ પર?” આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.
“રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું,” બોલી માતા ફરી રડી.
એવું યુવાન સુણતાં ચમકી ગયો, ને
માતા તણે પગ પડી ઊઠીને કહે છે –

“એ હું જ નૃપ, મને કર માફ બાઈ !
એ હું જ છું નૃપ મને કર માફ ઈશ !
પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું-
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીં;

“છે તોયે મુજ ભાગ કૈં નહિ સમો તે હું વધારું હવે,
‘શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં?’
રસે હવે દે ભરી પાત્ર બાઈ,
પ્રભુકૃપાએ નકી એ ભરાશે;

સુખી રહે બાઈ ! સુખી રહો સૌ,
તમારી તો આશિષ માત્ર માગું !”
પગલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;

ત્યાં‌ સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બહોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

The Country Mother (‘Kalapi’ (Sursinhji Takhtasinhji Gohil))

Rises the Hemant1 sun blushing and soft
the sky is clear blue, no clouds in sight;
the cool breeze refreshes and enlivens
and full of verve parrots sing sweet songs.

In a sugarcane field on a morn that is luscious
children of farmers are playing a game
perceiving the rosy cheeks as lotuses
the sun gently caresses them.

An aged couple is warming itself
with the flames of a fire-place.
Oh! How happy seems the pair
created at leisure by the Maker!

Rising at distance is a swirl of dust
and a man approaches on horse-back.
All the children gather together
and gawk at the horse in wonder!

The old lady turns and slowly rises
uses slack hands to shield weak eyes
her beloved husband still calmly sits
scanning while humming and shovels hot coals!

Presently a youthful rider arrives there
saying “Welcome, sir” rises the farmer.
Says the man “Please give some water.”
As he dismounts he looks hither and thither.

“The cane juice is sweet” the mother kindly says
to the sugarcane patch the young man she leads.

The mother stands with a vessel near a cane
slices it but slightly with a sharp blade.
The juice flows freely, the vessel quickly fills
the man drinks up, the while something thinks.

“I am still thirsty, do fill up the vessel once more”
the man hands the vessel again to the mother.
Again and yet again she cuts slivers
but, why, not even a drop oozes!
“Is the Lord angry?” Tearfully she queries
again the knife in the sugarcane she plunges.
“The soil’s essence is gone, or the Ruler’s compassion!
Impossible otherwise” sobs the mother again.
Startled is the young man hearing this
and falls at her feet and rising utters –

“I am the Ruler, please forgive me mother
I am that Ruler, please forgive me Maker!
While I was drinking I had thought, Lord
such fertile soil – these people are so well off.

“I must raise my share – it is yet so small –
why not tax more these well-to-do people?
Now mother fill up the glass with juice
it will certainly now fill with God’s grace.

“Be happy mother! Remain happy all of you.
I only seek blessings from all of you!”
The mother again approaches the cane
cuts just a sliver with the very same blade.

A jet of juice spouts to fill up the vessel,
flowing profusely, overflows the vessel!

1 The cold season of December-January

Appreciation

This is a quaint 19th century poem of a romantic ruler of a small princely state in Saurashtra, who died tragically at just 26. ‘Kalapi’ fell in love with the maid of his consort. It is said that he was poisoned. I found the poem interesting for several reasons. First, it is a narrative poem with a crisis and a climax, uncommon in Gujarati poetry. Second, it has a bit of magic realism, with the cane being able to sense the ruler’s greed and being able to withhold and release its juice at will. Third is the odd sensibility of the old lady that makes her associate the cane’s behaviour with the ruler’s greed. Fourth reason is the ruler’s change of heart because of the magic enacted before him and the old lady’s wail. And fifth, a ruler excoriates the ruler’s greed, not common at all!

About The Author

‘Kalapi’ (Sursinhji Takhtasinhji Gohil), 5th standard (1874-1900) was born a prince in the small principality of Lathi in Saurashtra. A school dropout because of vision problems, domestic squabbles and political clashes, he nonetheless employed private tutors to study English, Sanskrit, Urdu, and Persian. He became the king at 21 because his father and elder brother passed away. He married thrice, the last with a ‘dasi’ (maid) of one of his queens. This created so much turmoil that he decided to abdicate. He died at 26 under mysterious circumstances, possibly from poisoning. Kalapi read widely, including the works of the Romantic English poets, and interacted with a number of prominent Gujarati poets such as Nanhalal, Kant, and Govardhanram. He was also influenced by Plato and Swedenborg. Some of his most sensitive poems were written during the years of intense emotional turmoil due to his love affair with his wife’s maid. Besides writing lyrics, Kalapi also translated a couple of novels of James Spading. His fairly extensive correspondence with literary friends and others has been posthumously published.

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2023

ગુરૂવાર

7

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects