ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યસભર વારસા માટે ગૌરવ લેનાર દરેક નાગરિક આપણી સંસ્કૃતિમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર આદિવાસી અને આદિજાતિ વિસ્તારના લોકોને હંમેશા સન્માનની દ્રષ્ટિએ જોતા હોય છે. જંગલમાં રહીને પોતાની સંસ્કૃતિનું જતન કરતી આ જાતિ પોતાની ભાષા, બોલી, ખોરાક અને રહેણીકરણી માટે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હોય છે પરંતુ કોઈ કારણોસર તેઓ અન્ય વિસ્તારમાં રહેતા લોકોની જેમ વિકસિત થઇ શક્યા નથી. આદિજાતિ વિસ્તારમાં રહેતા લોકોને પોતાની સંસ્કુતિ વધુ માફક આવે છે અને તે માટે જ સરકાર અને ઘણી સંસ્થાઓ દ્વારા તેમને પોતાની સંસ્કૃતિ સાથે રહે એવો અવસર આપતા હોય છે જેમાં તેમના દ્વારા બનાવાયેલ પરંપરાગત હોય એવા સાધનો, ખોરાક, તેમની કલાકૃતિઓ જે અન્ય નાગરીક માટે આકર્ષક હોય છે અને આવા કાર્યક્રમમાં સંસ્થાઓ આ બન્ને વર્ગને મેળવવાનું કાર્ય કરતી હોય છે.
અત્યારે અમદાવાદમાં આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત વિષયપીઠ દ્વારા આવો જ એક કાર્યક્રમ ‘આદિવાસી પરંપરાગત હસ્તકલા -કૃતિ વેચાણ અને પ્રદર્શન મેળો’ યોજવામાં આવ્યો છે. જેમાં આદિવાસી વિસ્તારમાં વિકાસની ગતિને તેજ બનાવવાના પ્રયાસ તરીકે આદિવાસીઓની જૂની પરંપરા, વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો અને તેમનું પરંપરાગત જ્ઞાન વગેરે બાબતોનું સંરક્ષણ અને સંવર્ધન થઇ શકે, તેનો પ્રચાર-પ્રસાર થાય આદિવાસી કલા-કારીગરીને પ્રોત્સાહન મળે તે માટે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસી હસ્તકલા-કૃતિ, વારલી, પિઠોરા પેઇન્ટિંગ, મોતીકામ, માટીકામ, ભરત-ગૂંથણ, મ્હોરા, વાંસની કૃતિઓ, સજીવ ખાદ્ય પેદાશો, નાગલીની બનાવટો તથા આદિવાસી આહાર-વાનગીઓ, ગૌણવન પેદાશ, વન ઔષધિઓ, કાજુની બનાવટ વગેરેનું વેચાણ અને પ્રધર્શન કરવામાં આવે છે.
પરંપરાગત આદિવાસી હસ્તકલા જાણવાનો, સમજવાનો અને આ કળા અને વારસો જાળવી રાખનાર આદિવાસી લોકોને જોઈતું પ્રોત્સાહન આપવાનો આ મહોત્સવ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર મુકામે 23થી 30 ડિસેમ્બર સુધી બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમ અચૂક માણવો.
આદિવાસી પરંપરાગત હસ્તકલા -કૃતિ વેચાણ અને પ્રદર્શન મેળો
સ્થળ – અમદાવાદ હાટ, વસ્ત્રાપુર, અમદાવાદ
તારીખ – 23થી 30 ડિસેમ્બર
સમય – બપોરે 2થી રાત્રે 10
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.