‘ઉદ્ગમ મ્યુઝિક ફેસ્ટિવલ’ને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ ગુજરાતની જનતાને ફરી એક વાર સૂરોના સાગરમાં વહેડાવવા ઉદ્ગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા તારીખ 15 ડિસેમ્બર, 2019ના રોજ ગાંધીનગર ખાતે ‘ઉદ્ગમ સુરોત્સવ’ નામના સંગીત સમારોહનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે, જેમાં પ્રખ્યાત સંગીતકાર સિદ્ધાર્થ બેનરજી અને નોર્વેના ગિટારિસ્ટ ઓલે આન્દ્રે મુખ્ય કલાકાર છે. સૌ રસિક મિત્રોને લ્હાવો લેવા ભાવભર્યું નિમંત્રણ છે.

કાર્યક્રમ માણવા www.udgam.org પર જઈ તમારા નામની નોંધણી કરાવી લેવી. (પ્રવેશ ફી નિઃશુલ્ક છે)
તારીખ – 15 ડિસેમ્બર, 2019
સ્થળ – જીમખાના, સેક્ટર – 19, ગાંધીનગર
પ્રવેશ ફી – નિઃશુલ્ક
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.