તા. 21 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતીલેક્સિકોન ટીમ પણ આ શુભ દિનને યાદગાર બનાવવા ઇચ્છે છે. આ માટે અમે સૌ ભાષાપ્રેમીઓને આ દિન નિમિત્તેના આપના સંદેશા અમને [email protected] ઉપર મોકલવાની વિનંતી કરીએ છીએ. આપ સૌના શુભેચ્છા સંદેશ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપર આપના નામ સાથે દર્શાવવામાં આવશે. તો આ જ ઘડીથી આપના શુભેચ્છા સંદેશ મોકલવાની શરૂઆત કરો.
જય જય ગરવી ગુજરાત.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.