કહેવાય છે કે માની બોલી એ આપણી માતૃભાષા. દેવનાગરી લિપિ ઉપરથી આવેલી આપણી ગુજરાતી ભાષા ઘણું બધું વૈવિધ્ય ધરાવે છે. ઉમાશંકર જોશીએ ‘મને મળી માતૃભાષા ગુજરાતી’ જેવી વાક્યરચનાની મદદથી વિશ્વને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સુપેરે સમજાવ્યું છે. આજકાલ ગુજરાત રાજ્યમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધતું ચાલ્યું છે. ચાલો અંગ્રેજી અને ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજનો વિશે કેટલીક માહિતી મેળવીએ.
અંગ્રેજી મૂળાક્ષરો
અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો છે જેમાં 5 સ્વર જેમ કે a, e, i, o, u અને 21 વ્યંજન જેમ કે b, c, d, f, g, h, j, k, l, m, n, p, q, r, s, t, v, w, x, y અને z છે. શું ગુજરાતી મૂળાક્ષરોની સંખ્યા પણ આટલી જ છે ?
ગુજરાતી મૂળાક્ષરો
ગુજરાતી ભાષામાં મૂળાક્ષરોની સંખ્યા અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો કરતાં વધુ છે. ગુજરાતી ભાષામાં માન્ય સ્વરો 13 અને માન્ય વ્યંજનો 34 છે.
ગુજરાતી ભાષાના માન્ય સ્વરો :
અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, અૅ, ઐ, ઓ, ઑ, ઔ આ ગુજરાતી ભાષાના માન્ય સ્વરો છે. જેમાં અ, ઇ, ઉ, ઋ એ હૃસ્વ સ્વરો છે. જ્યારે આ, ઈ, ઊ, એ, અૅ, ઐ, ઓ, ઑ, ઔ વગેરે દીર્ઘ સ્વરો છે.
સ્વરયુગ્મો
બે સ્વરોના સંયોજનથી સ્વરયુગ્મો બને છે. જેમ કે જો અ અને ઈને સંયોજિત કરીએ તો ગઈ, લઈ, થઈ વગેરે જેવાં સ્વરયુગ્મો બને છે. તે જ રીતે,
અ અને ઉને સંયોજિત કરતાં જઉ, લઉ,
આ અને ઈને સંયોજિત કરતાં નવાઈ, ભવાઈ, જમાઈ
આ અને ઓને સંયોજિત કરતાં આઓ, થાઓ, ગાઓ
ઉ અને ઈ / ઊ અને ઈને સંયોજિત કરતાં મૂઈ, સૂઈ, જૂઈ
એ અને ઉને સંયોજિત કરતાં બેઉ, દેઉ
ઓ અને ઈને સંયોજિત કરતાં કોઈ, ફોઈ, રસોઈ
ઓ અને ઉને સંયોજિત કરતાં જોઉં, રોઉં, હોઉં
એ અને ઈને સંયોજિત કરતાં જૈન, શૈવ વગેરે જેવાં સ્વરયુગ્મો બને છે.
ય અને વનો સમાવેશ અર્ધસ્વરોમાં થાય છે.
વ્યંજનો :
ક, ખ, ગ, ઘ, ઙ, ચ, છ, જ, ઝ, ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ આ ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો છે.
ક થી ષ સુધીના વ્યંજનો વર્ગીય વ્યંજનો કહેવાય છે.
ક, ખ, ગ, ઘ, ઙ અને હ એ કંઠ્ય સ્થાનીય વ્યંજનો છે.
ચ, છ, જ, ઝ, ઞ, શ અને ય એ તાલવ્ય વ્યંજનો છે.
ટ, ઠ, ડ, ઢ, ણ, ષ અને ર એ મૂર્ધન્ય વ્યંજનો છે.
પ, ફ, બ, ભ, મ ઓષ્ઠ્ય વ્યંજનો છે.
ઙ, ગ, ણ, ન અને મ એ પાંચ અનુનાસિક વ્યંજનો છે.
ક, ચ, ટ, ત, ધ, ખ, છ, ઠ, થ, ફ, શ, ષ અને સ એ અઘોષ વ્યંજનો છે.
ગ, જ, ઙ, દ, બ, ધ, ઝ, ઢ, ઘ, ભ, ડ, ઞ, ણ, ન, મ, ય, ર, લ, વ, હ એ ઘોષ વ્યંજનો છે.
સ્વર અને વ્યંજનોની ઉપરની સાદી-સરળ સમજથી ગુજરાતી વ્યાકરણ પરિચય સરળ બને છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.