આ ઍપ્લિકેશન ઇનસ્ટોલ કર્યા પછી તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ :
* આ એપ્લિકેશનનામાં ઇનબિલ્ટ સર્ચ બોક્સ આપવામાં આવેલ છે, આથી સર્ચબોક્સની અંદર જ કોઈ પણ શબ્દ લખી તેનો અર્થ ત્યાં જ મેળવો અને તે પણ ઓટો સજેસ્ટ સુવિધાની સાથે.
*તમારા ડિવાઇસના કોઈપણ મેસેન્જર, મેસેજ, વ્હોટ્સઅપ, ઇમેલ કે બ્રાઉઝર ખોલો
*આવેલા વિવિધ સંદેશા કે સાઇટ ઉપરની વિગતોમાંથી કોઈપણ શબ્દ અંગ્રેજી/ગુજરાતી પસંદ કરો એટલે કે સિલેક્ટ કરો
*ત્યારબાદ એ શબ્દને કૉપી કરવા માટે દર્શાવાતા આઇકોનમાં કૉપી કરો
*કૉપી કર્યા બાદ તરત જ તે પસંદ કરેલા શબ્દનો અંગ્રેજી કે ગુજરાતી અર્થ ત્યાં જ જોઈ શકાશે
*કોઈપણ ચિત્ર કે ઇમેજમાં આ ઍપ્લિકેશન કાર્યરત નહીં થઈ શકે
*આ એક ઑફલાઇન ઍપ્લિકેશન છે તેથી ઇન્ટરનેટના ઉપયોગ વગર પણ આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે
આ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
https://play.google.com/store/apps/details?id=com.arniontechnologies.gujlexicondictionary
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.