Gujaratilexicon

જોડણીના નિયમો – ભાગ ૨

June 17 2010
Gujaratilexiconbozivbfloal bozivbfloal

આટલું ધ્યાન રાખીએ તો-

  • કેટલાક ઉપસર્ગ અને પૂર્વગની જોડણી યાદ રાખવાથી ઘણા શબ્દોની સાચી જોડણી લખવાનું સરળ થઈ પડશે.

હ્સ્વ ‘ઇ’ વાળા ઉપસર્ગો

અતિ, અધિ, નિ, નિર, પરિ, પ્રતિ, વગેરે

યાદ રાખવાથી-

અતિરેક, અધિષ્ઠાન, નિયમ, નિર્ગુણ, પરિભ્રમણ, પ્રતિબિંબ

વગેરે શબ્દોની જોડણીમાં ભૂલો  થવાની સંભાવના રહેશે નહિ

(૨)

હ્સ્વ ‘ઉ’ વાળા ઉપસર્ગો

અનુ, દુર, સુ, ઉત વગેર.

યાદ રાખવાથી-

અનુકરણ, દુર્ગુણ, દુર્જન, સુકાળ, ઉ-તેજન

વગેરે શબ્દોની જોડણી સરળ થઈ પડશે.

(૩)

હ્સ્વ ‘ઇ’ વાળા પૂર્વગો

આવિસ, ચિર, બિન વગેરે.

સ્મરણમાં રાખવાથી-

આનિર્ભાવ, ચિરકાલ, બિનમાહિતગાર, બિનસલામત વગેરેની જોડણીમાં ભૂલ થશે નહિ.

(૪)

હ્સ્વ ‘ઉ’ વાળા પૂર્વગો

કુ, ખુશ, વગેરે

યાદ રાખવાથી-

કુકર્મ, કુપુત્ર, કુવાક્ય, ખુશખબર, ખુશમિજાજ જેવા શબ્દોની જોડણીમાં ભૂલ થશે નહિ

(૫)

શબ્દને છેડે અનીય, ઈન, ઈય, કીય હોય તો દીર્ઘ ‘ઈ’ આવે છે.

અનીય : અવર્ણનીય આદરણીય મનનીય પૂજનીય વંદનીય વગેરે.

ઈન : અર્વાચીન કુલીન ગ્રામીણ નવીન પ્રાચીન વિલીન વગેરે

ઈય : જાતીય માનનીય પક્ષીય પંચવર્ષીય ભારતીય વગેરે

કીય : પ્રજાકીય રાજકેય વૈદ્યકીય વગેરે

પવાદ : ‘મલિન’ માં હ્સ્વ ‘ઇ’ છે. ‘રાષ્ટ્રીય-રાષ્ટ્રિય’ બંને લખાય છે. ‘અક્રિય’, ‘સક્રિય’માં તો હ્સ્વ ‘ઇ’ મૂળમાં જ છે.

‘અંકિત’ શબ્દમાં મૂળ હ્સ્વ ‘ઇ’ હોઈ ‘આજ્ઞાંકિત’, ‘ સ્નેહાંકિત’ એમ જ રહેશે.

‘આધીન’માં મૂળ દીર્ઘ ‘ઈ’ હોવાથી ‘ઈશ્વરાધીન’, ‘ પરાધીન’,  ‘સ્વાધીન’ વગેરે શબ્દોમાં દીર્ઘ ઈ જ રહે છે.

(૬)

‘ઇન્દ્ર’માં ‘ઇ’ હ્સ્વ છે. સંધિના નિયમાનુસાર જ્યાં જોડાય ત્યાં દીર્ઘ ‘ઈ’ થાય છે

જેમ કે,

કવીન્દ્ર, રવીન્દ્ર, જ્યોતીન્દ્ર વગેરે

‘ઈશ’ માં તો દીર્ઘ ‘ઈ’ છે જ. એટલે

ગિરીશ, જગદીશ,  હરીશ એમ જોડણી થશે.

અપવાદ : ‘અહર્નિશ’ અને ‘શિરીષ’

(૭)

સંસ્કૃત ધાતુ ઉપરથી બનેલા નારી જાતિના શબ્દોમાં હ્સ્વ ‘ઇ’

અનુકૃતિ, અનુભૂતિ, આપત્તિ, ઉન્નતિ, પ્રતીતિ, સ્વીકૃતિ વગેરે.

(૮)

હ્સ્વ ‘તિ’ વાળા શબ્દો :

કાંતિ, કીર્તિ, ગતિ, નીતિ, મતિ, પ્રકૃતિ વગેરે

(૯)

દીર્ઘ ‘તી‘ વાળા શબ્દો :

ઇન્દુમતી, કલાવતી, કુદરતી, ખૂબસૂરતી, જયંતી, માહિતી, બહુમતી, યુવતી, શ્રીમતી વગેરે.

(‘માલતિ’ અને ‘માલતી‘ બંને લખાય છે.)

(૧૦)

શબ્દને છેડે ‘ટિ’ અને ‘નિ’ આવે ત્યાં ‘ઇ’ હ્સ્વ :

દૃષ્ટિ, પુષ્ટિ, વિષ્ટિ, અગ્નિ, ગ્લાનિ, હાનિ વગેરે.

(૧૧)

જેને છેડે ‘ઇ’ની આવે ત્યાં ઉપાન્ત્ય હ્સ્વ ‘ઇ’ :

તપસ્વિની, તારિણી, મંદાકિની, વિદ્યાર્થીની, વિરહિણી વગેરે.

(૧૨)

શબ્દને અંતે ‘ઇકા’ હોય તો ઉપાન્ત્ય હ્સ્વ ‘ઇ’

અનુક્રમણિકા, અંબિકા, ચંડાલિકા, માર્ગદર્શિકા, લેખિકા વગેરે

(૧૩)

શબ્દને છેડે ઇક :

આંતરિક, ઐતિહાસિક, કાલિક, નૈતિક, માંગલિક, ભૌગોલિક, વાર્ષિક વગેરે.

આંધિક, આંશિક, ક્રમિક, રસિક જેવા ત્રણ અક્ષરોની શબ્દોની જોડણીમાં પણ ‘ઇ’ હ્સ્વ.

અપવાદ : ‘પ્રતીક’ અને ‘રમણીક’ માં ‘ઈ’ દીર્ઘ છે.

Source :  Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૪૩, ૧૪૪, ૧૪૫)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

ગુજરાતી જોડણી નિયમો : ભાગ 2 

ગુજરાતી જોડણી નિયમો : ભાગ 3 

ગુજરાતી જોડણી નિયમો : ભાગ 4

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects