Gujaratilexicon

જોડણીના નિયમો – ભાગ 1

June 16 2010
Gujaratilexiconvonsifloal vonsifloal

  • જોડણીના નિયમોમાં અપવાદો તો  હોવાના જ. એ કારણે એ નિયમોની ઉપેક્ષા કરવી યોગ્ય નથી.
  • જોડણીના નિયમો જાણવા અને સમજવા માટે પ્રથમ તો નીચેના શબ્દોથી પરિચિત થવાની જરૂર છે.

સ્વર

અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, ઋ આટલા સ્વરો છે.

વ્યંજન

  • જે અક્ષરનો ઉચ્ચાર સ્વરની મદદ વિના ન થઈ શકે તે અક્ષર વ્યંજન કહેવાય છે.
  • વ્યંજનમાં સ્વર ભળે ત્યારે જે તેનો સ્પષ્ટ ઉચ્ચાર થઈ શકે છે.

જેમ કે,

ક્+અ = ક; ખ્+અ = ખ;  ચ્+ઇ = ચિ વગેરે

તત્સમ

  • બીજી ભાષાઓના જે શબ્દો તેના મૂળ રૂપે જ ગુજરાતીમાં ભાષામાં ઊતરી આવ્યા હોય તેને તત્સમ કહેવામાં આવે છે.

તત્ એટલે ‘તેના’  (મૂળ ભાષામાં), સમ એટલે ‘સરખા’-જેવા.

તદ્ભવ

  • સંસ્કૃત ભાષામાંથી વિકાસ પામીને (રૂપમાં ફેરફાર થઈને) આવેલા શબ્દોને તદ્ભવ કહેવામાં આવે છે. (‘તત્સમ’ થી ઊલટું એટલે તદ્ભવ)

અલ્પપ્રાણ

  • જેનો ઉચ્ચાર કરતાં થોડો શ્વાસ (દમ) જોઈએ, તેવા અક્ષરને અલ્પપ્રાણ કહે છે.

ક, ચ, ટ, ત, પ, ગ, જ, ડ, દ, બ, ઙ, ગ, ણ, ન, મ, ય, ર, લ, વ, આ અક્ષરો ‘અલ્પપ્રાણ’ કહેવાય છે.

મહાપ્રાણ

  • જેનો ઉચ્ચાર કરતાં વધારે શ્વાસ(દમ)ની જરૂર પડે તેને ‘મહાપ્રાણ’ કહેવામાં આવે છે.

ખ, છ, ઠ, થ, ફ, ઘ, ઝ, ઢ, ધ, ભ, શ, ષ, સ, હ આ અક્ષરો મહાપ્રાણ કહેવાય છે.

ધાતુ

  • ક્રિયાપદનું મૂળ રૂપ.

ઉપસર્ગ

  • ધાતુઓ કે ધાતુથી બનેલા નામોની આગળ જોડાતો તથા તેમના મૂળ અર્થમાં પરિવર્તન કે વિશેષતા લાવતો શબ્દ કે અવ્યય-તે ‘ઉપસર્ગ’ કહેવાય છે.

પ્ર ,પરા, અપ, સમ, નિ, અવ, અનુ, નિર, દૂર, વિ, આ, અધિ, અપિ, સુ, ઉત, પરિ, પ્રતિ, અભિ, અતિ, ઉપ આ વીસ ‘ઉપસર્ગો’ છે.

પૂર્વગ

  • કેટલાંક અવ્યય નામની ધાતુની કે ધાતુથી નિષ્પન્ન શબ્દની પૂર્વે (પહેલાં) આવે છે તે ‘પૂર્વગ’ કહેવાય  છે.

અ કે અન્ આવિસ્, શ્રત્, તિરસ્, કુ, અમા

આ સંસ્કૃત પૂર્વગો છે.

કમ, ખૂબ, ગેર, ના, બર, બિન, બે, લા, સર, હર

આ ફારસી અને અરબી પૂર્વગો છે.

આ ચાર શબ્દો

(૧) ઉપાંત્ય : શબ્દની છેડેનો જે અક્ષર હોય તેની પહેલાંનો અક્ષર ‘ઉપાંત્ય’ કહેવાય છે.

(૨) અત્યાંક્ષર : શબ્દનો છેલ્લો અક્ષર ‘અંત્યાક્ષર’ કહેવાય છે.

(૩) પ્રત્યય : શબ્દની છેડે લગાડાતો અક્ષર કે શબ્દ

(૪) વ્યંજનાન્ત : છેડે વ્યંજનવાળું

Source :  Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૪૧, ૧૪૨)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

ગુજરાતી જોડણી નિયમો : ભાગ 2 

ગુજરાતી જોડણી નિયમો : ભાગ 3 

ગુજરાતી જોડણી નિયમો : ભાગ 4

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects