Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોન હવે મોબાઇલ પર

April 19 2010
Gujaratilexicon

ઇન્ટરનેટના માઘ્યમથી ગુજરાતી ભાષાને અનેરું સ્થાન આપી ગુજરાતીલેક્સિકોને અપૂર્વ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિને વધુ હાથવગી કરવાના આશયથી ગુજરાતીલેક્સિકોન(જીએલ)ને હવે મોબાઇલ પર ઉપલબ્ધ કરાશે. જીપીઆરએસ પર તો ગુજરાતીલેક્સિકોન જોઈ જ શકાય છે પણ આગામી એક વર્ષમાં તમામ સેલફોનનાં મોડલ્સ માટે તેની એપ્લિકેશન તૈયાર થઈ જશે. વળી ગુજરાતી ભાષાને લગતી શબ્દ રમતો પણ વિકસાવવામાં આવી રહી છે.

આ અંગે વધુ વિગતો આપતાં ગુજરાતીલેક્સિકોન ટીમનાં ટેક્નો એકસ્પર્ટ અને ઇન્ફોસ્ટ્રેચના બિઝનેસ સ્ટ્રેટેજી હેડ અશોક કરાણિયાએ કહ્યું કે, ‘મોબાઇલ પર જીએલ એપ્લિકેશન તરીકે આવી શકે તેમાં ઘણા પડકારો છે. અત્યાધુનિક ફોન હોય તો સરળતાથી જીએલ મેળવી શકાય છે અને આઇફોન પર તો તે ઉપલબ્ધ પણ છે.

પરંતુ આઇફોનમાં જોડાક્ષરો બરાબર નથી દેખાતા. એપલ કંપનીવાળા તેમના સોફ્ટવેરમાં સુધારો કરે તો આ પ્રશ્ન નહીં રહે. હાલમાં બ્લેકબેરી અને નોકિયા વગેરેના ફોન પર એપ્લિકેશન વિકસાવવા અંગે સંશોધન ચાલુ છે. આગામી છ મહિનામાં આ કામ પૂરું કરાશે.’

જીએલના મોબાઇલક્ષેત્રનાં સાહસો ઉપરાંત નવા ઇપ્રયોગની વાત કરતાં અશોક કરાણિયાએ કહ્યું કે, ‘અમે મહિના પહેલાં જ ઇછાપું શરૂ કર્યું છે. આ એક પ્રકારનો બ્લોગ છે જેમાં કોઈપણ વ્યકિત પોતાના ગમતાં વિષય પર લખી શકે છે. વળી કોઈ વ્યકિત પોતાના લેખનસંગ્રહનું ઇમેગેઝિન તૈયાર કરવા માંગે તો પણ ઇછાપું તેમને મેગેઝિનનું મુખપૃષ્ઠ બનાવવાનો વિકલ્પ આપે છે.

જીએલના ભાવિ પ્રોજેકટનો ચિતાર આપતા અશોક કરાણિયાએ ઉમેર્યું કે, ‘ભગવદ્ગોમંડલને ડિજિટલાઇઝ કર્યા બાદ હવે તેને એનિમેશનમાં તૈયાર કરવાનો વિચાર છે. વળી મેડિકલ, લિગલ, આઇટી વગેરે ક્ષેત્ર આધારિત શબ્દકોશ પર કામ ચાલી રહ્યું છે. બાળકો માટે પણ પિક્ચરસાઉન્ડ શબ્દકોશ તૈયાર કરાશે. ઓનલાઇન ઉપલબ્ધ કરાયેલા સરસ સ્પેલ ચેકરથી ગુજરાતી જોડણીની ખરાઈ પણ સરળ બનાવાઈ છે.

મોબાઇલ પર રમાશે શબ્દ રમતો

જીએલ દ્વારા એસએમએસ સોલ્યુશન સર્વિસ તૈયાર કરાશે. આ સેવાઓમાં વિવિધ વિકલ્પો હશે. કોઈ ચોક્કસ શબ્દનો ગુજરાતી અર્થ જાણવો હશે તો માત્ર એક એસએમએસ કરીને મેળવી શકાશે. ઉપરાંત ભાષાંતરો, રૂઢિપ્રયોગો, કહેવતો, પ્રચલિત શબ્દો, નવા શબ્દો વગેરે અંગેની માહિતી પણ આ એસએમએસ સેવાઓથી મેળવી શકાશે.

ગુજરાતી ભાષા અંગે લોકોમાં વધુ ઉત્સુકતા જાગે તે આશયથી જોડકાં જોડો, અવળા શબ્દોને સીધાં કરો, ‘વર્ડમોલ’ જેવી ગુજરાતી ભાષાની ગેમ્સ પણ મોબાઇલ માટે તૈયાર કરાઈ રહી છે. અખબારમાં ભરાતાં ક્રોસવર્ડ થોડા સમય પછી મોબાઇલની શબ્દ રમત બની ચૂકી હશે.

ગુજરાતી લેક્સિકનની એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Source : http://www.divyabhaskar.co.in/2010/04/18/gujarat-lexicon-in-mobile-885349.html

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects