પ્રિય મિત્રો,
વિક્રમ સંવત પ્રમાણે મહા માસના પ્રારંભ સાથે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને બાળકોને પરીક્ષાની પૂર્ણાહુતિ અને હવે તો પરીક્ષાના પરિણામ પણ આવવા લાગ્યા છે, પરંતુ બાળકોને ઉનાળાની રજાઓનું વેકેશન તો હજી છે જ એટલે બાળકો રજાઓમાં નવી નવી રમત રમવાનું શોધે. આજના આધુનિક જમાનમાં બાળકો ઘરની બહાર રમત રમવાને બદલે ઘરમાં રહીને મોબાઇલમાં, ટી.વી.માં વીડિયો ગેમ અને કમ્પ્યૂટરમાં કે ઇન્ટરનેટ પર ઓનલાઇન રમાતી રમત રમે છે. આ બધા ઉપકરણો દ્વારા બાળકોને જ્ઞાન સાથેની રમત રમવા મળે તો કેવું સારું? ત્યારે આ પ્રશ્નના ઉકેલ સાથે ગુજરાતીલેક્સિકોને ગુજરાતી શબ્દોની “Whats My Spell” આપ સૌ સમક્ષ રજૂ કરેલ છે. આ રમત નાનાં ભૂલકાંઓ સહિત મોટા વડીલોને પણ રમવાની મજા આવશે.
આ રમતમાં દરેક પૃષ્ઠ પર આઠ શબ્દો સાચી અને ખોટી જોડણીના એમ બે વિકલ્પો સાથે આપવામાં આવશે. તેમાંથી તમારે સાચી જોડણીવાળા શબ્દો પર ક્લિક કરીને તમારા જવાબની પસંદગી કરવાની રહેશે. આપેલા બધાં જવાબની પસંદગી થઈ ગયા બાદ તેનું પરિણામ જાણવા માટે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Play More બટન પર ક્લિક કરતાં નવા શબ્દો ખુલશે અને જો તમે સૌથી વધુ વખત સાચા જવાબો આપશો તો તમારું નામ Top 5 playersમાં આવશે.
ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતાં સૌને આ રમત દ્વારા ગુજરાતી શબ્દોની સાચી જોડણીનું જ્ઞાન થશે અને સાચી રીતે ગુજરાતી ભાષામાં લખવાનું શક્ય થશે. ચાલો ત્યારે, આપણી ગરવી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સૌ પ્રથમ ગુજરાતી “Whats My Spell” રમત અહીં ક્લિક કરીને રમીએ :
“Whats My Spell” રમત રમતાં જો આપ અટકો કે ગૂંચવાવ તો તેનો હેલ્પ વીડિયો અને તેની મદદ માર્ગદર્શિકા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.
કહેવત છે કે “જૂનું તેટલું સોનું” તો ગુજરાતીલેક્સિકોનની સાઇટ પર આવી સોના જેવી ઘણી જ્ઞાનસભર રમતો જેવી કે “શબ્દ સરખાવો”, “હેન્ગ મંકી”, “ક્રોસવર્ડ”, “ક્વિક ક્વિઝ” રજૂ કરેલી છે. તે રમવાનું વિસરી તો નથી ગયાને? ચાલો ત્યારે, આ રમતો રમવા અહીં ક્લિક કરો http://www.gujaratilexicon.com/games/
આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.
જય જય ગરવી ગુજરાત
Spell – શબ્દની જોડણી કહેવી કે લખવી, આવી રીતે શબ્દો બનાવવા, શબ્દ બનાવવો, –નો શબ્દ બનવો, સૂચિત કરવું, –માં ગર્ભિત હોવું, –નો અર્થ હોવો
Player – ખેલાડી, સંગીતકાર, અભિનય કરનાર કે નાટકમાં પાઠ લેનાર
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.