Gujaratilexicon

ભાષાનું મહત્ત્વ

November 23 2012
GujaratilexiconMichaelPlell MichaelPlell

મુખ્યત્વે ભાષાનો ઉપયોગ વિચારોની આપલે માટે થાય છે. અલગ અલગ દેશના લોકો અલગ અલગ ભાષા બોલે છે. આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો, ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષાવાળા પ્રાંતનું પોતાનું રાજ્ય થયું. હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતાં મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે.

આમ, દરેક દેશને તેમની ભાષાનું મહત્ત્વ હોય છે. આ ભાષા સંબંધિત હું એક વાત કહેવા માંગું છું જેમ કે, લોકો ફિલ્મો તો ઘણી જોવે છે, તેમાંની ઘણી ફિલ્મો લોકોને સંદેશો પણ આપતી હોય છે, તો ક્યારેક આવી ફિલ્મો દ્વારા અપાતો સંદેશો પણ જાણવો જોઈએ. આવી જ એક ફિલ્મ ‘English Vinglish’માંથી મળતો સંદેશ ભાષાનું મહત્ત્વ દર્શાવે છે તેને ટૂંકમાં નીચે દર્શાવેલ છે.

એક નવી ભાષા શીખવી એ કોઈપણ વ્યક્તિ માટે કેટલી મોટી પડકારરૂપ બાબત છે. આ વિશે મને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે મેં હમણા રજૂ થનારી ફિલ્મ ‘English Vinglish’ જોઈ. આ ફિલ્મના દિગ્દર્શકે ખૂબ જ સરસ રીતે એક ગૃહિણી કે જેનું નામ શશી ગોડબોલે છે, શશીને અંગ્રેજી ન આવડવાની બાબત પર અને તેના અંગ્રેજી શીખવાના પ્રયત્ન પર સરસ રજૂઆત કરી છે.

શશીને અંગ્રેજી ન આવડવાને કારણે ઘણા ખરાબ અનુભવ થાય છે. જેમ કે, તેનો પતિ તેનું સન્માન કરતો નથી, તેના બાળકો તેની મજાક ઉડાવે છે અને જ્યારે તે બાળકોના સ્કૂલમાં જાય છે ત્યારે બાળકો તેના આવવાથી નાનમ અનુભવે છે. શશી ખૂબ જ હોશિયાર હોય છે પણ અંગ્રેજી ન આવડવાને કારણે તેની ભાવનાઓ, પ્રેમ અને તેની લાગણીની અવગણના થાય છે.

શશી જ્યારે ન્યૂયોર્ક શહેરમાં જાય છે ત્યારે તેને એકલીને ફરવામાં પણ ખૂબ જ મુશ્કેલી થાય છે કારણકે શશી અંગ્રેજી લખી, વાંચી કે બોલી પણ શકતી નથી. તેની આ નબળાઈનો ખ્યાલ આવતાં અંગ્રેજી ભાષા શીખવા માટે તૈયાર થાય છે તે ખૂબ જ મહેનતથી અંગ્રેજી શીખે છે. જેમ કે, અંગ્રેજી વર્ગમાંથી તે ઘરે આવી દરરોજ અંગ્રેજી સમાચાર જોવે છે, અંગ્રેજી પેપર વાંચે છે, અંગ્રેજી ફિલ્મની ડીવીડી જુએ છે. આમ, ધીરે ધીરે અંગ્રેજી શીખવાની તેની આ પ્રવૃત્તિઓ બાદ તેનામાં આત્મવિશ્વાસ વધે છે તે આ ફિલ્મમાં ઘણી સુંદર રીતે દર્શાવાયું છે.

આ ફિલ્મ જોયા પછી મારો પોતાનો અંગત એક પ્રતિભાવ એવો છે કે ભાષા શીખવી તો જરૂરી છે, પણ એકબીજાની લાગણી, ભાવનાઓ સમજવા તથા એકબીજાને સન્માન આપવા માટે વાણી ભાષાની જરૂર હોતી નથી.

આમ, શશીની જેમ કોઈપણ વ્યક્તિ કે જેને કોઈપણ ભાષા આવડતી ન હોય, જો તે પૂરી લગનથી અને પૂરા આત્મવિશ્વાસથી શીખે તો તે જરૂરથી સફળ થઈ શકે છે અને કોઈ પણ કામ આસાનીથી પાર પાડી શકે છે.
આથી જ કહેવાય છે કે “મન હોય તો માંડવે જવાય” અને “આત્મવિશ્વાસ જ અદ્ભૂત, અદૃશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.”

Written By : Komal Karania

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

ભાષા – બોલવાની રીત કે ક્રિયા, ‘વર્ડિંગ’. (૨) પરસ્પરના વ્યવહાર માટેની બોલી, લોકભાષા, ઉપભાષા, વિભાષા. (૩) તે તે દેશમાં શિક્ષણ, સાહિત્ય, ન્યાયતંત્ર, શાસનવહીવટ વગેરેને માટે સર્વસામાન્ય વ્યવહારનું શિષ્ટમાન્ય વાણીરૂપ, ‘લૅંગ્વેઇજ.’ (૪) લોક સામાન્યમાં સંસ્કૃત ભાષા સિવાયની તે તે ભારતીય દેશભાષા

પડકાર – પ્રતિક્રિયાનો અવાજ. (૨) આહ્વાન. (૩) મોટેથી સંબોધન

પ્રતિભાવ –

સામી અસર, પ્રત્યાઘાત, ‘રિઍક્શન’. (ડો○માં○) (૨) અનુમોદનરૂપ અસર, ‘રિસ્પોન્સ’

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects