”ગુજરાત”માં ઉદ્દભવેલી અને ગુજરાતીઓ દ્વારા બોલાતી ભાષાનું નામ છે, ગુજરાતી ભાષા. ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ થઇ હતી અને ત્યારથી ગુજરાત રાજ્યની અધિકૃત ભાષા તરીકે ગુજરાતીને સ્વીકારવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી બોલવાવાળા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે અને તેથી તે “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં ૨૬માં ક્રમે આવે છે. ગુજરાતી બોલનારાની સંખ્યા 6.55 કરોડ હોવા છતાં શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ ઓછું છે. ”લોકકોશ” ગુજરાતીને સમૃદ્ધ કરે, તો ગુજરાતની પ્રગતિમાં તે ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે
ગુજરાતી ભાષાના વહેતા પ્રવાહને શબ્દકોશના સ્વરૂપે નોંધવા અને હાલના શબ્દકોશમાં ન હોય છતાં બોલચાલમાં કે લખવામાં વપરાતા હોય એવા શબ્દોને સંગ્રહિત કરવા માટે ‘લોકકોશ’ કાર્ય કરે છે. લોકકોશને વિકીપીડિયા, યુટ્યુબ જેવા એક ઓપન પ્લેટફોર્મ તરીકે ઓળખાવ્યો. કારણ કે તેમાં લોકો દ્વારા બોલાતા શબ્દો, લોકો પોતે મોકલી શકશે. ‘લોકો દ્વારા, લોકો માટે, લોકોના’ આ કોશમાં નવો શબ્દ ઉમેરવાની સાથે, તે મોકલનારનું નામ પણ સાથે મૂકવામાં આવે છે. લોકો દ્વારા મોકલવામાં આવેલો દરેક શબ્દ કોશમાં સામેલ કરતાં પહેલાં નિષ્ણાતોની એક સમિતિ એ શબ્દ અને તેના પ્રયોગોના ઔચિત્ય વિશે નિર્ણય લેવાય છે.
લોકોનો, લોકો વડે અને લોકો દ્વારા ચાલતા આ કોશને ગુજરાતીલેક્સિકોન દ્વારા લોકકોશ તરીકે રજૂ કરાયો છે. આ કોશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શબ્દમિત્રોએ તેમાં ભાગ લઈ ઘણા શબ્દો મોકલાવેલ છે. જેના કારણે આજે લોકકોશની આ સાઇટ પર લોકકોશની પસંદગી સમિતિ દ્વારા 943 શબ્દોની પસંદગી થઈને આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
લોકકોશમાં અત્યાર સુધી સ્વીકૃત થયેલા શબ્દો વિશેની માહિતી મેળવવા માટે આપ http://lokkosh.gujaratilexicon.com/ ની મુલાકાત લઈ શકો છો.
આ કોશમાં શબ્દમિત્ર બની તમે પણ આવા શબ્દો આપી શકો છો.. શબ્દમિત્ર બનવા માટે લોકકોશની સાઈટ પર જઈને Register કરવું.
http://lokkosh.gujaratilexicon.com/index.php?action=register
ત્યારબાદ Login થઈને તમારો શબ્દ આપી શકો છો,
http://lokkosh.gujaratilexicon.com/index.php?action=login
લોકકોશમાં શબ્દમિત્ર બનવા માટેનો મદદ વીડિયો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો.
http://lokkosh.gujaratilexicon.com/index.php?action=faq
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ