આઝાદી પછી ગુજરાત રાજ્ય, બૃહદ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતો. 1લી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલાતા વિસ્તારો અલગ પાડીને ‘ગુજરાત રાજ્ય’ની સ્થાપના કરવામાં આવી.
સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં 26માં ક્રમે આવે છે. આમ, ગુજરાતી બોલનારાની સંખ્યા અઢળક હોવા છતાં શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં અડધોઅડધ જેટલું ઓછું છે. જો એ ખોટ સરભર થાય તો ગુજરાતી છોડીને અંગ્રેજી તરફ વળી ગયેલો લોકોનો પ્રવાહ ફરી ગુજરાતી તરફ વળી શકે અને પોતાની માતૃભાષામાં તેમને એ બધું મળી રહે, જે અત્યારે ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. યુરોપના દેશોએ પોતાની સ્થાનિક ભાષાઓ છોડ્યા વિના, તેમાં નવા જમાનાના અંગ્રેજી શબ્દો ઉમેરીને તેમની ભાષાઓને વધુ સમૃદ્ધ અને વધુ અદ્યતન બનાવી છે. ગ્લોબલાઇઝેશન અને લોકલાઇઝેશનના જમાનામાં લોકકોશ ગુજરાતીને સમૃદ્ધ કરે, તો ગુજરાતની પ્રગતિમાં તે ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.
ગુજરાતીલેક્સિકોને ગુજરાતી ભાષાના વહેતા પ્રવાહને શબ્દકોશના સ્વરૂપે નોંધવા અને હાલના શબ્દકોશમાં ન હોય પરંતુ બોલચાલમાં કે લખવામાં વપરાતા હોય તેવા શબ્દો લુપ્ત થવાને સ્થાને જો સંગ્રહિત થાય તે વિચાર સાથે સૌ ગુજરાતી ભાષાપ્રેમીઓ સમક્ષ ‘લોકકોશ’ રજૂ કર્યો અને લોકકોશને વિકીપીડિયા, યુટ્યુબ જેવા એક ઓપન પ્લેટફોર્મ તરીકે ઓળખાવ્યો. લોકકોશમાં લોકો દ્વારા બોલાતા શબ્દો, લોકો જાતે જ મોકલી શકે છે.
‘લોકોનો, લોકો વડે અને લોકો દ્વારા’ ચાલતા આ કોશમાં નવો શબ્દ શબ્દમિત્રના નામ સાથે મૂકવામાં આવે છે. લોકો દ્વારા મોકલવામાં આવેલો દરેક શબ્દ લોકકોશમાં સામેલ કરતાં પહેલાં નિષ્ણાતોની એક સમિતિ તે શબ્દ અને તેના પ્રયોગોના ઔચિત્ય વિશે નિર્ણય લે છે.
લોકકોશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શબ્દમિત્રોએ તેમાં ભાગ લઈ ઘણા શબ્દો મોકલાવે છે. જેના કારણે આજે લોકકોશની વેબસાઇટ પર લોકકોશની પસંદગી સમિતિ દ્વારા 936 શબ્દોની પસંદગી થઈને આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
લોકકોશમાં શબ્દ ફાળો આપવા માટે સૌ પ્રથમ શબ્દમિત્ર બનો અને શબ્દમિત્ર બનવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
http://lokkosh.gujaratilexicon.com/index.php?action=register
હવે, શબ્દફાળો આપવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
http://lokkosh.gujaratilexicon.com/index.php?action=login
લોકકોશમાં સ્વામી આનંદના લેખનવાચનકાળ દરમ્યાન જૂના અને સચોટ અભિવ્યક્તિવાળા; પણ આજના ગુજરાતીઓના વપરાશમાંથી મોટે ભાગે લુપ્ત થયેલા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો વગેરેનો, તેમણે ખુબ ચીવટ અને ખંતથી સંગ્રહ કરી સ્વામીજીએ એકત્ર કરેલી તળપદી અને લોકબોલીની આ સામગ્રી સાચે જ, એક મોંઘી જણસ છે. આ મોંઘી જણસ અમે આપ સૌ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેમાં એમના પુસ્તક ‘જૂની મૂડી’ના બધા જ શબ્દો, રૂઢિપ્રયોગ અને કહેવતોનો સમાવેશ કરવાને બદલે, એમાંના જે જે શબ્દો ગુજરાતીલેક્સિકોનના ડેટાબેઝમાં ના હોય તેનો જ સમાવેશ કર્યો છે સૌ ભાષાપ્રેમીઓ જૂની મૂડીનો લાભ લેવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
http://lokkosh.gujaratilexicon.com/index.php?action=jm
લોકકોશમાં શબ્દમિત્ર બનવા માટેનો મદદ વીડિયો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો.
http://lokkosh.gujaratilexicon.com/index.php?action=login
લોકકોશના લોકાર્પણની છબીઓ નિહાળવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
http://www.gujaratilexicon.com/gallery/main.php?g2_itemId=567
ચાલો ત્યારે, લોકકોશના આ કાર્ય સાથે જોડાવો અને તમારા આપેલ નવા શબ્દોથી લોકકોશને સમૃદ્ધ બનાવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.