ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એમના એ કદી વિસરશો નહીં
એ સઘળી વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો નહીં.
કાઢી મુખેથી કોળિયા મોંમા દઈ મોટા કર્યા,
અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં.
લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા,
એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં.
લાખો કમાતા હો ભલે પણ માબાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં.
સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં.
ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને,
એ અમીમય આંખને ભૂલીને ભિંજવશો નહીં.
પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેને તમારી રાહ પર,
એ રાહભરનારના રાહ પર કંટક કદી બનશો નહીં.
ધન ખર્ચતા મળશે બધું માતાપિતા મળશે નહીં,
એ પુનિત જના ચરણો તણી એ ચાહના ભૂલશો નહીં.
ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં.
અગણિત – જેની ગણતરી કે સંખ્યા કરવામાં આવી નથી તેવું, અપાર, અસંખ્ય, બેશુમાર.
કંટક – કાંટો. (૨) (લા.) નડતરરૂપ કોઈ પણ પદાર્થ. (૩) શત્રુ, દુશ્મન. (૪) રોમાંચ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.