આજે ચારે દિશામાં વિશ્વ માતૃભાષા દિન – 21 ફેબ્રુઆરીના પડઘમ સંભળાય છે. આ મહત્ત્વના દિવસે ગુજરાતીલેક્સિકોન સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક સુવર્ણ તક રજૂ કરે છે – ગુજરાતીલેક્સિકોનનું જાહેર નિદર્શન( Gujaratilexicon Presentation). રસ ધરાવતી દરેક વ્યક્તિને આ નિદર્શન માણવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આપ અમને info@gujaratilexicon.com ઉપર ઈમેલ કરીને કે 40049325 ઉપર ફોન કરીને આપના નામની નોંધણી કરાવી શકો છો. નિદર્શન અંદાજે 45 મિનિટનું રહેશે.
પ્રથમ નિદર્શનનો સમય સવારે 9.45 થી 10.30 અને બીજા નિદર્શનનો સમય 11.15 થી 12.00 વાગ્યાનો છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે વહેલાં તે પહેલાના ધોરણે આપનું નામ નોંધાવો જેથી અમે દરેકને સમાવી શકીએ અને આપ રસપૂર્વક નિદર્શન માણી શકો. નોંધણી કરાવવાનો સમય અને તારીખ – 19 અને 20 ફેબ્રુઆરી – સમય – સવારના 11થી બપોરના 1.30. નોંધણી કરાવનારને સ્થળની માહિતી અંગેનો ઈમેલ મોકલવામાં આવશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં