શબ્દની તાકાત બહુ મોટી હોય છે. ક્યારેક એક નાનકડા અમથા શબ્દમાં અનેક અર્થ સમાયેલા હોય છે. બસ, સવાલ છે એક સવાલ પૂછવાનો…
* * *
ગુજરાતીઓ જ્યાં રાત રોકાતા હોય એ મકાનને શું કહેવાય?
ગુજ-રાત ભવન
* * *
વરાળમાંથી બનતા મકાનને શું કહેવાય?
બાષ્પી-ભવન
* * *
અણુ ધડાકાની પાછળ ક્યો નિયમ રહેલો છે?
યુરે-નિયમ
* * *
લાંબા પહોળા રસ્તાને શું કહેવાય ?
વે-વિશાળ
* * *
માંદા પડેલા સરને શું કહેવાય ?
સિક-સર
* * *
પોતાની બાએ ગૂંથેલા ઉનનું સ્વેટર પહેરતા સાહેબને શું કહેવાય?
બા-ઉન્સર
* * *
દુનિયાનો ક્યો દેશ આપણા પગની સૌથી નજીક છે?
થાઈ-લેન્ડ
* * *
માછલીઓનો રાજા શું પીએ છે?
કિંગ-ફીશર
credit : Gujaratsamachar
http://www.gujaratsamachar.com/beta/content/view/54281/376/
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ