Gujaratilexicon

જમો મસ્ત, જીવો અલમસ્ત

October 04 2019
Gujaratilexicon

જમવું એટલે શરીરમાં રહેલા વૈશ્વાનરના પ્રતિનિધિ કાયાગ્નિને આહુતિ આપવી.

આયુર્વેદ અનુસાર ઋષિમુનિઓ જે પણ વાત કરે તેનો હેતુ દીર્ઘાયુ હોય. મતલબ, સંપૂર્ણ સ્વસ્થ અને ઉર્જાવાન 100 વર્ષનું આયુષ્ય યોગ્ય રીતે પસાર થાય તેની આવશ્યક કાળજી લેવાની વાત આયુર્વેદની સંહિતાઓમાં કરવામાં આવી છે અને વિશેષતઃ ચરકસંહિતામાં. શરીર 10 ઇન્દ્રિયો,સત્વ (મન), આત્મા – આ ચારેયનો સંયોગ ટકાવી રાખવાનું કામ કરે છે કાયાગ્નિ. એટલે જ જ્યારે કોઈનું મૃત્યુ થાય તો કહેવાય છે કે “શરીર ઠંડુ પડી ગયું”. કાયાગ્નિ બંધ થાય એટલે મૃત્યુ થાય. આ કાયાગ્નિને ટકાવી રાખવા માટે સૌથી પહેલાં ધ્યાન રાખવું પડે તેના ઇંધણનું – એટલે કે આહારનું.

શું જમવું ? ક્યારે જમવું ? કેટલું જમવું ?

શું જમવું – આમ જોવા જઈએ તો ગૃહિણી જે નક્કી કરે, આખા પરિવારે એ જ જમવાનું હોયને !! હકીકત એવી છે કે તમામ ભારતીય પરિવારની પરંપરાગત ભોજનવ્યવસ્થા આયુર્વેદ અનુસાર જ ચાલી રહી છે. કોઈ પણ નવા નિયમો કે રિસર્ચની આંટીઘૂંટીમાં સપડાયા વિના માત્ર એક જ સૂત્રનું પાલન કરવાથી શું જમવું એ સ્પષ્ટ થઈ જશે. સૂત્ર છે : “દાદા-દાદી અને નાના-નાનીએ જે ખાધું હોય એ ખવાય અને એમણે જે ના ખાધું હોય તે ના ખવાય”.

પેઢી દર પેઢી ભોજન સાથે આપણા શરીરની પાચન વ્યવસ્થાનો જે તાલમેલ છે તે વધુને વધુ સારો બનતો જાય છે. ભોજન સુપાચ્ય અને સ્વાદિષ્ટ હોય તેટલું પૂરતું છે . ઋતુ અને પ્રસંગોપાત આપણા ભોજનમાં અનેક વાનગીઓ આવતી જ રહે છે.જેમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય આપણું પાચનતંત્ર ખૂબ સારી રીતે કરી શકે છે, કારણ છે સદીઓનો અનુભવ. કોઈ નવો કે અળવીતરો પ્રયોગ ના કરવામાં આવે તો શું જમવું એ જ્ઞાન આપણને વારસામાં મળ્યું જ છે, બસ એને સાચવી રાખવું એ આપણી જવાબદારી છે.

ગરમગરમજમવું,કારણકેતેસુપાચ્યબનીજાયછે.

ભારતીય ગાયના ઘી યુક્ત ભોજન જ જમવું.

જેમ યજ્ઞને ઘીની આહુતી આપવાથી અગ્નિ યોગ્ય રહે છે, તેમજ ભોજનમાં ઘીનો યોગ્ય ઉપયોગ કરવાથી શરીરનો પાચકાગ્નિ(જઠરાગ્નિ – પાચનતંત્ર) યોગ્ય રહે છે.

તાજું જ જમવું.

ગરમ રાંધેલો ખોરાક 3 કલાક સુધી તાજો કહેવાય. એને ફ્રીઝમાં મૂકી રાખવાથી પણ એ 3 કલાક જ તાજો કહેવાય, ત્યારબાદ વાસી. એનો મતલબ, 3 કલાક પહેલાં રાંધેલો ખોરાક લેવાથી પાચનતંત્ર ઉપર ભાર વધે છે અને અપચો થવાની શક્યતા વધે છે. અપચો એટલે તમામ રોગોનું મૂળ. તેનાથી બચવું એ બુદ્ધિશાળી લોકોની પ્રાથમિકતા હોય છે.

ક્યારે જમવું?

કોઈ પણ પ્રકારના નિયમોની માયાજાળમાં ફસાયા વિના, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને આ બાબતને સમજવી.

“ભૂખ લાગે ત્યારે જ જમવું”.

જો સવારે બ્રેકફાસ્ટના સમયે કોઈને ભૂખ ના લાગે તો તેવ્યક્તિએ નાસ્તો ના જકરવોજોઈએ. જેને સવારે ભૂખ લાગે તેને નાસ્તો અવશ્ય કરવો જ જોઈએ. શરીરનો નિયમ એવો છે કે જ્યારેપાચનતંત્ર નવો આહાર પચાવી શકવા માટેતૈયાર હોય એટલે ભૂખ નામનું નોટિફિકેશન આપે જ. જ્યાં સુધી આ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી જૂનો આહાર સંપૂર્ણ નથી પચ્યો એમ સૂચવે છે.

દરેક વ્યક્તિની પ્રકૃતિ, જીવનશૈલી અને ઋતુ અનુસાર ભૂખ લાગવાનો સમય બદલાતો હોય છે, તેને અનુસરવું.

સામાન્ય રીતે દિવસમાં 2 વખત ભૂખ લાગે (6 કલાકના અંતરે) તો તેને યોગ્ય સમજવું .

યોગ્ય સમયે ભોજન કરવાથી પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિને 100 વર્ષ સુધી ટકાવી રાખવી ખૂબ સરળ બને છે.

કેટલું જમવું ?

તમારી ક્ષમતાથી 25% ઓછું જમવું તે યોગ્ય છે.

જો ચાર રોટલી ખાવાથી તમારું પેટ એકદમ ભરાઈ જતું હોય તો 3 રોટલી જ લેવી યોગ્ય છે.

જમ્યા પછી સંતોષની અનુભૂતિ થાય, છૂટથી હસી શકાય, બોલી શકાય અને ઘેન ના ચઢે તો સમજવું કે યોગ્ય માત્રામાં જમ્યા.

જમો મસ્ત, જીવો અલમસ્ત.

ડૉ. ભવદીપ ગણાત્રા

જાણો આ શબ્દનો અર્થ (Gujarati to English/ Meaning in Gujarati)

અલમસ્ત – proud of one’s strength; strong and stout.

દીર્ઘાયુ – long lived. n. long life.

સંહિતા – combination, union; collection; systematic collection or compendium of writings or laws

સત્વ – speedy, quick. adv. quickly.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

શુક્રવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects