Gujaratilexicon

શું તમે શરદીથી પરેશાન છો ? અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર (Home remedies for Cold and Cough)

January 22 2020
Gujaratilexicon

સામાન્ય ભાષામાં શરદી એટલે કફ.

ભગવદ્ગોમંડલ પ્રમાણે અર્થ :

ભગવદ્ગોમંડલ પ્રમાણે શરદી એટલે સળેખમ; ……શ્લેષ્મ; ઠંડીને લીધે નાક, ગળું તથા છાતીમાં થતો રોગ. જોઈતાં પ્રજીવક તત્ત્વો ખોરાકમાંથી નહિ મળતાં તેની ખામીને કારણે આ રોગ વધુ પ્રમાણમાં ફેલાવાનું મનાય છે. શરદી થવાના નીચેના બાર કારણો મનાય છે. : (૧) ઋતુ, (૨) બાદી, (૩) વારસામાં શરદી મળવી, (૪) નાકમાં મસા થવા અગર હાડકું વળી જવું, (૫) આહારમાં ફેરફાર, (૬) ગળાના કાકડા, (૭) રાતના ઉજાગરા, (૮) ન્‍યુમોનીઆ જેવા ચેપી રોગ પછી ફેફસાં નબળાં પડવાં, (૯) શીતળા ને ખાસ કરી ઓરી પછી, (૧૦) શરીરમાંની ક્ષીણતા, (૧૧) લાંબા વખત સુધી તત્ત્વ વગરના ખોરાકોને કારણે અને (૧૨) ઠંડા પીણાઓ અને ઠંડી હવાને પરિણામે. શરદી મટાડવાનો સૌથી પ્રથમ ઉપચાર પેટ સાફ રાખવાનો છે. આ ઉપરાંત તુલસી, સૂંઠ, મરી, પીપર, સોનામુખી, લવિંગ, તજ, અજમો, વાવડિંગ, આકડો, ધતૂરો, ફુદીનો, હળદર, અરડૂસી, કાયફળ અને લીલી ચા વગેરે વસ્‍તુઓ ઉપચારમાં વાપરી શકાય છે.  

શરદીના જંતુનું કદ :

શરીરમાં પ્રવેશલ શરદીનો જંતુ મિલિમિટરના દશહજારમાંં ભાગ કરતાં મોટો હોતો નથી પરંતુ તે માનવીને હેરાન પરેશાન કરી મુકે છે.

શું તમે શરદીથી પરેશાન છો ? અજમાવી જુઓ નીચે જણાવેલામાંથી કોઈપણ ઘરગથ્થુ ઉપચાર અને શરદીથી મુક્તિ મેળવો (Home remedies for Cold, Cough) :

  • ગરમાગરમ રેતી અથવા રેતીનો શેક કરવો
  • ગરમાગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે
  • સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે
  • નાગરવેલનાં બેચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે
  • રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે
  • આદુનો રસ અને મધ એક એક ચમચી સવારસાંજ પીવાથી શરદી મટે છે
  • રાઈને વાટીને મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે
  • ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે
  • અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે
home remedies for cold, cough, ginger, lemon, clove, honey
  • ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે
  • મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે
  • લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે
  • પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે
  • કાળાંં મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે
  • હળદરનો ધુમાડો સુંઘવાથી
  • રાત્રે સૂતી વખતે એક કાંદો ખાવાથી (તેના ઉપર પાણી પીવું નહિ)
  • કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી
  • ફુદીનાનો તાજો રસ પીવાથી
  • લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી
  • સૂંઠના પાવડરમાં ગોળ અને ઘી નાખી તેની ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે.
  • સૂંઠ, તલ અને ખડી સાકારનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે
  • સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી
  • તુલસીના પાનનો રસ અને આદુનો રસ મધ સાથે લેવાથી
  • તુલસીના પાનવાળી ચા પીવાથી
  • તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ ચાર વાર પીવાથી
  • ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

ઉપર જણાવેલા બધા વર્ષોથી ચાલ્યા આવતા દાદીમાના ઘરગથ્થુ નુસખાઓ છે જે એકત્રિત કરી અહીં આપવામાં આવ્યા છે. માણસની પ્રકૃતિ પ્રમાણે દરેક વ્યક્તિ માટે તે અલગ અલગ રીતે કાર્ય કરે છે.

આ પણ જુઓ : શું તમને તમારી પ્રકૃતિ ખબર છે ?

  • મૈત્રી શાહ
જાણો આ બ્લોગમાં રહેલા શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English)

બાદી : indigestion; dyspepsia; windiness.

સિંધવ : rock-salt. m. horse

લવિંગ : clove; clove-tree; a. small part of gun or stove of the shape of clove.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

માર્ચ , 2024

શુક્રવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects