દરેક ઋતુની એક આગવી વિશેષતા છે અને તે વિશેષતા દરેક વ્યક્તિ જુદી જુદી રીતે અનુભવતી હોય છે. કોઈને ઠંડીનો ચમકારો ઉર્જાથી ભરપૂર લાગે તો કોઈને એ જ ઠંડી ચાબુકની જેમ ચામડી પર વાગી પણ શકે.
દરેક પરિવારમાં એકાદ સભ્યને તો શિયાળાની આગોતરી જાણ થઈ જ જતી હોય છે. હવામાન વિભાગને કદાચ થોડી વાર લાગી શકે પણ આ સભ્ય પોતાને હોઠ ફાટવાની અને ત્વચા પર રૂક્ષતાનો અનુભવ થવાની ઘટનાના આધારે શિયાળાની ઋતુનું આગમન નિશ્ચિત કરી શકે છે. કારણ કે તે વ્યક્તિની પ્રકૃતિમાં વાયુનું પ્રમાણ વધારે હોવાથી અને વાયુ સ્વયં રુક્ષ અને શીત ગુણયુક્ત હોવાથી શિયાળાનો અનુભવ ઝડપથી કરે છે.
શું તમને તમારી પ્રકૃતિ ખબર છે ? – જાણો અમારા બ્લોગની મદદથી
આખો શિયાળો હોઠ પર અને ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવું જ પડે એવી સ્થિતિ ગુલામીનો અનુભવ કરાવતી હોય છે. શરીરમાં કોઈ પણ કારણોસર રુક્ષતાનું પ્રમાણ વધેલું હોય તો જ આમ થઈ શકે. શરીરની આવશ્યકતાના પ્રમાણમાં સ્નિગ્ધ તત્ત્વોયુક્ત આહાર દ્રવ્યો જેવા કે દૂધ, ગાયનું ઘી, તલનું તેલ વગેરે લેવા કે વધારવા જોઈએ.
આ સિવાય શરીરના આવરણ સમાન ત્વચામાં રહેલું સ્નેહતત્ત્વ સાબુના ઉપયોગથી નાશ પામતું હોય છે. કોઈ પણ પ્રકારના બેબી સોપ કે ગ્લિસરીન યુક્ત સાબુ કે અન્ય કોઈ પણ મોંઘો સાબુ જેમાં ફીણ બનાવાની ક્ષમતા હોય તેવા તમામ સાબુ ત્વચાની પ્રાકૃત સ્નિગ્ધતાને નેસ્તનાબૂદ કરીને રુક્ષતા વધારે છે. આયુર્વેદ અનુસાર ત્વચાની સ્નિગ્ધતા પુનઃ સ્થાપિત કરવા માટે પાંચ દિવસનો સમય જોઈએ.
ત્વચાની સ્નિગ્ધતા માટે નીચે મુજબના નુસખાઓ અજમાવવા જોઈએ.
1. દરરોજ સ્નાન કરતાં પહેલાં તલના તેલથી આખા શરીરે માલીશ કરવી.
2. સાબુનો ઉપયોગ સંપૂર્ણ ટાળવો. શરીરે ઘરે બનાવેલ ઉબટનથી સ્ક્રબિંગ કરવું. ઉબટનમાં મસૂરની દાળ અને ચણાની દાળ સાથે હળદર વાટી દૂધ અથવા છાશ મેળવી પ્રવાહી બોડીવોશ(ઉબટન)નો ઉપયોગ કરવો.
Explore the meaning of ઉબટન from our Gujarati to Gujarati Dictionary section.
3. જો સાબુ વાપરવો જ હોય તો પાંચ દિવસે એક વાર વાપરવો. શરીરમાં પરસેવો થતો હોય તેટલા ભાગમાં જ સાબુનો ઉપયોગ કરવો.
4. સ્નાન હૂંફાળા ગરમ પાણીથી જ કરવું.
5. સ્નાન બાદ કોઈ પણ ક્રીમ કે મોઇશ્ચરાઈઝરને બદલે માત્ર તલનું તેલ અલ્પ માત્રામાં ત્વચા પર લગાવી દેવું.
6. પરસેવો થાય તેટલી ઉર્જાથી વ્યાયામ (ઝડપથી ચાલવું કે દોડવું ) કરવો જેથી ત્વચાની સ્નિગ્ધતા જળવાયેલી રહેશે.
આયુર્વેદની આટલી સમજ આપને શિયાળો માણવાલાયક સ્નિગ્ધતા ચોક્કસ પૂરી પાડશે. આપનો વ્યક્તિગત અનુભવ પ્રતિભાવ તરીકે આવકાર્ય રહેશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.