ગુજરાતી સાહિત્ય જગત આજે જાણીતા કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક શ્રી સુરેશ દલાલની ચિરવિદાયથી ખાલીપો અનુભવે છે.
આજે ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર તેમની ખોટ અનુભવે છે. તેમણે રચેલી કૃતિઓ ઉત્કૃષ્ટ ક્ક્ષાની હતી . આ ઉપરાંત ઇમેજ પબ્લિકેશનના માધ્યમથી તેમણે ખૂબ ઉચ્ચ કક્ષાના પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ કરાવી આપ્યા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર કવિ શ્રી સુરેશ દલાલની આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી અમારી પ્રાર્થના
ફૂલ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.