પ્રિય મિત્રો,
ડૉ. ધીરૂભાઈ ઠાકરને જીવન ગૌરવ પુરસ્કાર પ્રસ્તુત કરવા માટે 8 સપ્ટેમ્બર, શનિવારના રોજ અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાશે. આની સાથે આમંત્રણ પત્ર જોડાયેલ છે.
આ એવોર્ડ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જાહેર થયો હતો. તે કાર્યક્રમ બીજા પાંચ પુરસ્કર્તાઓને એવોર્ડ રજૂ કરવા માટે મુંબઈ ખાતે 24 ઑગષ્ટના રોજ રાખેલ હતો. જોકે, ડો.ધીરુભાઈ ઠાકર તેમની ઉંમરના કારણે મુંબઈ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, તેથી અકાદમીના કાર્યઅધ્યક્ષ, હેમરાજ શાહ અને દીપક મહેતા અમદાવાદ આવશે અને ગુજરાત વિદ્યાસભાના સહયોગથી કાર્યક્રમ યોજીને તેમને એવોર્ડ રજૂ કરશે. તે કાર્યક્રમ શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, ગુજરાત વિશ્વકોશ ભવન, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે
આમંત્રણ પત્ર : Invitation
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.