ગાંધી જયંતી…….
મારગમાં કંટક પડ્યા
સૌને નડ્યા;
બાજુ મૂક્યા ઊંચકી,
તે દી નક્કી
જન્મ ગાંધીબાપુનો
સત્યના અમોઘ મોંઘા જાદુનો.
અન્યાય નીચી મૂંડીએ ના લીધ સાંખી;
દુર્ગંધ પર મૂઠી ભરીને ધૂળ નાંખી,
ઉકરડા વાળી-ઉલેચી સર્જનનું ખાતર રચ્યું;
અબોલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું;
કંઈક આમાંનું બને,
ગાંધીજયંતી તે દિને
મૂર્ખને લીધા નભાવી,
ધૂર્તને યોજ્યા જગતકલ્યાણના પથમાં પટાવી;
હૈયું દીધું તે દીધું,
પાછા વળી – ખમચાઈ ના કંઈ ગણતરીથી સાંકડું કીધું;
દૂભ્યા દબાયાં કોઈનું એકાદ પણ જો આંસુ લૂછ્યું,
દાખવ્યું ઘર મનુજ કેરા માંહ્યલાને વણપૂછ્યું;
હૃદય જો નાચી ઊઠ્યું અન્યના સાત્ત્વિક સુખે,
હરખભર જો ઝંપલાવ્યું અદય ભીષણ જગતહિંસાના મુખે;
તિથિ ન જોશો ટીપણે
ગાંધીજયંતી તે દિને
-ઉમાશંકર જોષી
અમોઘ – મોઘ નિષ્ફળ નહિ તેવું, સફળ, સચોટ, રામબાણ, અચૂક
ધૂર્ત – ધૂતનારું, છેતરનારું, ઠગનારું. (૨) લુચ્ચું. (૩) પું○ ઠગ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.