માંગો એવું ઇનામ મળે . . .
તમે માંગો એવું ઇનામ મળે એવો કોઈ કાયદો નથી,
જોઈતાં હોય એવાં ફળ મળે એવો દુનિયાનો ધારો નથી,
કોણે કીધું કે બધું સહેલાઈથી મળી જાય?
રસ્તો સીધો ને સરળ આજ સુધી ક્યાંય જોયો નથી.
કરવાનાં કામ કરી લીધાં ને કાલની ના જોઈ મેં વાટ,
સમય પસાર થયા પછી બીજી વાર આવ્યો નથી,
ઊંચા ડુંગરો ભમવા હોય તો જોઈશે કઠીન હામ,
ભડકતો અગ્નિ ખાલી ફૂંક મારવાથી ઠર્યો નથી,
શું કરવું? કેમ કરવું? સાચું કોઈ કહેતું નથી.
પસંદ હોય તેવીજ વાત કરે એ દોસ્ત સાચો નથી, 

હોય મનમાં કાય તો ઉપાડો કલમ, ને લખી નાંખો,
‘દિનેશ’ ચાલ્યો જાય છે, તે પાછો વર્યો નથી.
– દિનેશ દત્તાણી – ટોરોન્ટો, કેનેડા
ઇનામ – reward; prize; gift, present; gift of land.
સહેલાઈ – ease, easiness, simplicity.
ફૂંક – blowing with mouth; breath; life breath, life.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ