Gujaratilexicon

વરસ્યા રે વરસાદ આજે આભથી

June 18 2014
GujaratilexiconGL Team

ભીંજાવું હોય એવું ભીંજાજો ભાવથી

છે વરસ્યા રે વરસાદ આજે આભથી

ભીંજી આ ધરણી ને ભીંજતા પારેવડા

ખોલી હૈયું મહેકે અષાઢી ઓરતા

થનગન નાચે છે મન મોરલા વ્હાલથી

વરસ્યા રે વરસાદ આજે આભથી

ઝીલ્યાં આ મુખડે, ફોરાં મધુરાં બાલમા

હૈયું રે હરખે ઝરુખડે રંગલોકમાં

ખુશીઓથી ભર્યા રે પટોરાં પ્યારથી

વરસ્યા રે વરસાદ આજે આભથી

ગમતાં ઝરણાં ગાતાં નાચતાં વાલિડા

લીલુડી ભાતે લહેરશું ઝાંઝરમાં

મહોર્યા છે અંકુર સ્નેહના ઝબૂકથી

વરસ્યા રે વરસાદ આજે આભથી

ગાજ્યા રે મેહૂલિયા મનમૂકીને ગોખથી

ભીજાયા ભીતર ખૂલી ખૂલી ભાવથી

છે વરસ્યા રે વરસાદ આજે આભથી

ભીંજાવું હોય એવું ભીંજાજો ભાવથી

-રમેશ પટેલ (આકાશદીપ) –http://bit.ly/1lCELj2

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects