એક, બે, ત્રણ, ચાર, પાંચ કે તેથી વધુ શું શું છે?
એક
ઈશ્વર, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ધર્મ, વચન
રાજા તો એક જ – મેઘરાજા રાણી પણ એક જ – વર્ષારાણી
બે
અયન : ઉત્તરાયન; દક્ષિણાયન
અવયવ : બે હાથ બે પગ બે કાન બે આંખ
અવસ્થા : પૂર્વા; ઉત્તરા
પક્ષ : શુકલ(સુદ); કૃષ્ણ
ત્યાગ : નિયમરૂપ; યમરૂપ
વિદ્યા : પરા; અપરા
– સુખ અને દુ:ખ – વિદ્યા અને અવિદ્યા
ત્રણ
ૐકારની ત્રણ માત્રા
અ(અકાર); ઉ(ઉકાર); મ(મકાર)
ત્રણ તંત્ર
પ્રાણતંત્ર; શ્વસનતંત્ર; નાડીતંત્ર
‘તમસ’ના ત્રણ ભાગ
અંધકાર; અજ્ઞાન; કાળાશ
અસ્તિત્વના ત્રણ પ્રકાર
(૧) આત્મા (૨) સૂક્ષ્મ શરીર (૩) સ્થૂળ શરીર
કાવ્યમાં ત્રણ પ્રકારની નાયિકા
મુગ્ધા; મધ્યા; પ્રૌઢા
સફળતા આપનારાં ત્રણ પરિબળ
પરિસ્થિતિ; પ્રયત્ન; પ્રારબ્ધ
શરીરની ત્રણ અવસ્થાઓ
જાગૃતિ; સ્વપ્ન; સુષુપ્તિ
ત્રણ કાળ
ભૂત; ભવિષ્ય; વર્તમાન
ત્રણ સમય
ત્રિસંધ્યા સવાર; બપોર; સાંજ
ત્રણ ગુણો
સત્ત્વગુણ રજોગુણ તમોગુણ
ત્રિજગત
સ્વર્ગ; મૃત્યુ; પાતાળ
ત્રિમૂર્તિ
બ્રહ્મા; વિષ્ણુ; મહેશ
ત્રિવેણિ-ત્રિવેણી
ગંગા; યમુના; સરસ્વતી
ત્રણ જાતિ
નર જાતિ; નારી જાતિ; નાન્યતર જાતિ
ત્રિરંગી(રાષ્ટ્રધ્વજ)
સફેદ; લીલો; કેસરી (ત્રણ રંગવાળો)
સંસારીના ત્રણ પુરુષાર્થો
ધર્મ; અર્થ; કામ
ધનની ત્રણ ગતિ
દાન; ભોગ; નાશ
કજિયાનાં મૂળ
જર; જમીન; જોરુ
ત્રિદોષ
વાત; પિત્ત; કફ
ત્રિપરિમાણ
લંબાઈ; પહોળાઈ; ઊંચાઈ (કે જાડાઈ)
ત્રણ પવિત્ર મનાતા શબ્દ
(૧) ભૂ: (૨) ભૂવ: (૩) સ્વ:
પ્રકૃતિની ઉદારતાનાં ત્રણ લક્ષણો
અઢળકતા; વિપુલતા; રેલમછેલતા
Source : Book Name : શબ્દની સાથે સાથે (પેજ નં. ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.