– તમારી યાદમાં પાગલ બની ગયા
તમારા શબ્દોથી ઘાયલ બની ગયા
પ્યારભરી નજરોથી અમે ઘેરાઈ ગયા
સાથ તમારો મેળવી અમે જીવી ગયા
યાદ કરી-કરી તમને અમે રડી પડ્યા
સંદેશો મળ્યો જ્યારે તમારો અમે હસી પડ્યા
વિશ્વાસ મૂકી તમારા પર અમે જીવી ગયા
વિશ્વાસઘાત તહ્યો તો સમજો અમે મરી ગયા
(૨)
અમે નાકામયાબી પર હસતા રહ્યા
સફળતાની કલ્પનામાં રમતા રહ્યા
જીંદગીને જુગાર માની રમતા રહ્યા
એક પછી એક આદર્શોને હોડમાં મૂકતા ગયા
સંજોગો સાથે સમાધાન કરતા રહ્યા
મૃત્યુના આરે આખરી દાવ હારી ગયા
જીવતી લાશ બની અમે ફરતા રહ્યા
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.