વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે …
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે …
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે …
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે ….
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયોં તેનું દર્શન કરતા, કુળ ઇકોતેર તાર્યા રે …
આ ભજનના રચયિતા “નરસિંહ મહેતા” જે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતાં. આથી તેઓ “આદ્ય કવિ” કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે “મહાત્મા ગાંધી”નું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે. તેમના જીવન પરથી રચાયેલું સાહિત્ય – શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, વગેરે ખૂબ જ પ્રચલિત છે.
Source : Wikisource
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.