Gujaratilexicon

(Let’s laugh)ચાલો થોડું હસી લઈએ

May 07 2020
Gujaratilexicon

ચાલો થોડું હસી (Let’s laugh) લઈએ કેમકે બધી બાજુથી ભારેખમ વાતાવરણમાં મુક્ત હાસ્ય જોવા મળતું નથી.

ચાલો થોડું હસી લઈએ કેમકે મહામારીથી ભયભીત બનેલા લોકોના મુખારવિંદ મુરજાયેલા છે.

ચાલો થોડું હસી લઈએ કેમકે બાળકોના ખિલખિલાટ હાસ્યથી છલકાતા બગીચા સૂમસામ છે

ચાલો થોડું હસી લઈએ કેમકે સતત ફરજ ઉપર રહેલા લોકસેવકોની સેવાને બિરદાવવી છે.

મિત્રો, ચાલો થોડું હસી લઈએ અને મન-મસ્તિષ્કના આ ભારને હળવો કરી દઈએ. આવી પડેલ આ સંજોગો પ્રત્યે અણગમો બતાવવાને બદલે મક્કમતાથી અને મુખ પર હાસ્ય સાથે તેનો સામનો કરીએ. અન્ય લોકોને પરિસ્થિતિની ગંભીરતા પ્રત્યે સજાગ કરીએ અને સાથે સાથે બે શબ્દોના ગુલાલથી ગમ્મતનો ગુલાલ કરીએ.

હાસ્યના ફાયદા :
  • કોઈ પણ રોગમાં એક અકસીર ઇલાજ હાસ્યને ગણવામાં આવે છે. એટલે કે સર્વ રોગોની શ્રેષ્ઠ દવા હાસ્યને ગણવામાં આવે છે.
  • ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા વધે છે, તેથી લોહીનો પ્રવાહ શરીરમાં પહોંચે છે. તે ઉપરાંત હૃદયની કાર્યશક્તિ વધે છે, હૃદયરોગની શક્યતા ઘટે છે (helpful in reducing possibilities of heart attack)
  • મુખ પરનું મૃદુ હાસ્ય આત્મીયતાની ઓળખ પ્રસ્થાપિત કરે છે.
  • શરીરની તંદુરસ્તી જળવાય છે.
  • યાદશક્તિ વધે છે અને માનસિક તાણ એટલે કે stress ઓછો થાય છે.
  • અન્ય લોકો સાથેના સંબંધો સુધરે છે

આ પણ જુઓ : ગુજરાતી જોક્સ

  • માનવી પોતાનામાં એક નવા જોમ અને તાકાતનો અનુભવ કરે છે
  • ચિંતા અને ભય દૂર થાય છે અને માનવી ખુશખુશાલ બને છે
  • માનવીનું મગજ શાંત થાય છે અને ગુસ્સો ઓછો થાય છે
  • જીવન સુંદર લાગે છે અને સર્વ પ્રત્યે મિત્રતાભાવ જાગે છે
  • અન્ય સાથે તકરાર, અણબનાવ કે ખટરાગ થવાની શક્યતાઓ ઘટે છે.

આવા અનેક વિધ ફાયદા ધરાવતા હાસ્ય માટે તમે કોઈ કોમેડી નાટક, ફિલ્મ કે પુસ્તક વાંચી શકો છો,

લાફટર કલબમાં જોડાઈ સૌ સાથે મળી અવનવી રીતે હાસ્યની છોળો ઉડાડી શકો છો.

હાલમાં ચાલતી સ્ટેન્ડ અપ કોમેડી કે કોમેડી નાઇટ જોઈ શકો છો અથવા તેવી કલબના મેમ્બર બની શકો છો.

કોઈ પણ ઘટનામાંથી નિર્દોષ હાસ્ય શોધવાનો પ્રયત્ન કરી અન્યને પણ હસાવી શકો છો.

પોતાની જાત ઉપર રમૂજ કરી શકો છો.

તો ચાલો, let’s laugh આજથી જ આ હાસ્યને અપનાવી તન-મનથી પ્રફુલ્લિત થઈ જઈએ અને અન્યને પણ પ્રફુલ્લિત કરીએ.

બ્લોગ લખનાર : મૈત્રી શાહ

આ બ્લોગમાં આવતા કેટલાંક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ : (Gujarati to English meaning)

ભારેખમ : grave, serious; respectable, dignified; with an air of greatness.

સજાગ : watchful, vigilant

ખટરાગ : six principal ragas or modes in music; all modes of music; disagreement, quarrel; worldly troubles and anxieties.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

નવેમ્બર , 2024

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects