મિત્રો ચાલો આજે આપ સહુને બે આનંદદાયક સમાચારથી માહિતગાર કરવાનો સમય આવી ગયો છે. સૌ પ્રથમ તો આ સમાચાર ઉપલબ્ધ કરાવવા માટે અમે શ્રી દિપક મહેતાના આભારી છે જેઓ નિયમિત રીતે મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના સમાચારોને સૌની સમક્ષ ઉપલબ્ધ કરાવતાં રહે છે.
સમાચાર 1 – ડૉ. ભોળાભાઈ પટેલની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકેની નિયુક્તિ. આ કાર્યપદ તેઓ ડિસેમ્બર 2011માં ભરાનારા જૂનાગઢ અધિવેશન પછી ગ્રહણ કરશે.
સમાચાર 2 – આ વર્ષના નર્મદ પારિતોષિક વિજેતા છે જાણીતા સંશોધક અને તંત્રી એવા ડૉ. રમેશ શુક્લા અને અગ્રણી મરાઠી કાવ્યકાર શ્રી મંગેહ્સ પદગોંકર. આ પારિતોષિક નર્મદના જન્મદિન દિવસે એટલે કે 24 ઓગષ્ટના રોજ અર્પણ કરવામાં આવશે જે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ પાટકર હોલ મુંબઈમાં યોજાવાનો છે જેની નોંધ લેવી. ગતવર્ષથી જ આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ પારિતોષિક ડો. રઘુવીર ચૌધરી અને શ્રી મધુ મંગેશ કાર્નિકને મળેલ હતું.
જય ગુજરાતી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.