આપણે રોજિંદા જીવનમાં ઘણી ગુજરાતી શબ્દની રમત રમીએ છીએ જેમ કે, અંગ્રેજી સમાચારપત્રમાં સુડોકુ અને ગુજરાતી સમાચારપત્રમાં ઊભી ચાવી-આડી ચાવી. અને પછી ધીરે ધીરે એ રમત રમવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે ત્યારે આપણને તે ખબર નથી હોતી કે આપણે આપણો શબ્દભંડોળ વધારી રહ્યા છે.QuickQuiz હવે અંગ્રેજી ભાષાનો શબ્દભંડોળ તો વધે છે, પણ ધીરે ધીરે આપણી ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ પણ ઘટી ન જવો જોઈએ અને આને ધ્યાનમાં લઈને ગુજરાતી લેક્સિકોન દ્વારા ક્વિક ક્વિઝ રજૂ કરવામાં આવી છે. આ ગુજરાતી શબ્દોની રમત રમવા માટે આપ https://www.gujaratilexicon.com/gujarati-games/quick-quiz/ મુલાકાત લઈ શકો છો. અને દર શુક્રવારે તેની પર આપને એક નવી ક્વિઝ જોવા મળશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ