Gujaratilexicon

મે દિન : આંતરરાષ્ટ્રીય મજૂર દિન

April 29 2022
Gujaratilexicon

સમગ્ર વિશ્વમાં પહેલી મે એ આંતરાષ્ટ્રીય મજૂર દિન (મે ડે) તરીકે ઉજવાય છે.

પહેલી મેના દિવસને ‘મે ડે’ (મે દિન) તરીકે ઊજવવાની પ્રથાનું પગેરું ફળદ્રૂપતા અને ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રાચીન વસંતોત્સવમાં જડી રહે છે. તેનું સ્થાન ઈસ્ટરની ઉજવણીએ લીધું છે. આ તહેવાર જુદી જુદી રીતે જળવાઈ રહ્યો છે.

પંદરમી સદીમાં ઇંગ્લૅન્ડમાં મે દિનનો ઉત્સવ મે-પોલ તરીકે વચ્ચે રોપેલા શણગારેલા થાંભલા ફરતાં નૃત્યો વડે ઊજવાતો હતો. સ્થાનિક યુવાવૃંદો મૉરિસ નૃત્યોમાં તથા નાટ્ય-ભજવણીમાં રૉબિન-હુડનો પાઠ ભજવતાં હતાં.

1889માં મળેલી ‘સેકન્ડ સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ’માં મે દિનનો દિવસ મજૂરો માટે રજાના દિવસ તરીકે રાખવાનું નક્કી કરાયું. ત્યારથી મજૂર સંગઠનો અને ડાબેરી રાજકીય પક્ષો સરઘસ, રૅલી, પ્રવચનો તથા દેખાવો જેવા કાર્યક્રમો વડે આ દિવસની ઉજવણી કરે છે.

વિશ્વના 700 દેશોમાં મે દિનનો દિવસ આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે ઊજવાય છે અને તે દિવસે જાહેર રજા હોય છે. મે દિનની પરેડમાં કેટલીક વાર સંબંધિત દેશની લશ્કરી તાકાતનું પ્રદર્શન મોખરે રહે છે.

ભારતમાં તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય માટે આ દિવસનું મહત્ત્વ અન્ય રીતે પણ છે. પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન હોવાથી ગુજરાત પૂરતું તો તેનું બેવડું મહત્ત્વ છે.

આ પણ વાંચો : શું તમે ગુજરાત વિશેની આ વાતો જાણો છો ?

આ ઉપરાંત આપણા દેશમાં મજૂરોને ધ્યાનમાં રાખીને કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે :

  1. આઝાદી પહેલાંના કાયદા (મજૂરમંડળને લગતો 1926નો કાયદો, વેતનની ચૂકવણી અંગેનો 1936નો કાયદો, ઔદ્યોગિક વિવાદ ધારો, 1947)
  2. આઝાદી પછીના કાયદા (લઘુતમ વેતનનો કાયદો, ફૅક્ટરિઝ અ‍ૅક્ટ, રાજ્ય વીમા યોજના કાયદો, કામદારોના ભવિષ્યનિધિનો તથા પ્રકીર્ણ જોગવાઈઓને લગતો કાયદો, રોજગાર વિનિમય કેન્દ્રને લગતો કાયદો, શિખાઉ કામદારને લગતો કાયદો, બોનસની ચૂકવણી અંગેનો કાયદો, અનુબંધિત મજૂર કાયદો, ગ્રૅચ્યુઇટી ચૂકવવા અંગેનો કાયદો,

(મજૂર કાયદા અંગેની વધુ વિગતો વિશ્વકોશમાંથી વાંચવા ક્લિક કરો : મજૂર કાયદા)

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects