સમગ્ર વિશ્વમાં પહેલી મે એ આંતરાષ્ટ્રીય મજૂર દિન (મે ડે) તરીકે ઉજવાય છે.
પહેલી મેના દિવસને ‘મે ડે’ (મે દિન) તરીકે ઊજવવાની પ્રથાનું પગેરું ફળદ્રૂપતા અને ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રાચીન વસંતોત્સવમાં જડી રહે છે. તેનું સ્થાન ઈસ્ટરની ઉજવણીએ લીધું છે. આ તહેવાર જુદી જુદી રીતે જળવાઈ રહ્યો છે.
પંદરમી સદીમાં ઇંગ્લૅન્ડમાં મે દિનનો ઉત્સવ મે-પોલ તરીકે વચ્ચે રોપેલા શણગારેલા થાંભલા ફરતાં નૃત્યો વડે ઊજવાતો હતો. સ્થાનિક યુવાવૃંદો મૉરિસ નૃત્યોમાં તથા નાટ્ય-ભજવણીમાં રૉબિન-હુડનો પાઠ ભજવતાં હતાં.
1889માં મળેલી ‘સેકન્ડ સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ’માં મે દિનનો દિવસ મજૂરો માટે રજાના દિવસ તરીકે રાખવાનું નક્કી કરાયું. ત્યારથી મજૂર સંગઠનો અને ડાબેરી રાજકીય પક્ષો સરઘસ, રૅલી, પ્રવચનો તથા દેખાવો જેવા કાર્યક્રમો વડે આ દિવસની ઉજવણી કરે છે.
વિશ્વના 700 દેશોમાં મે દિનનો દિવસ આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે ઊજવાય છે અને તે દિવસે જાહેર રજા હોય છે. મે દિનની પરેડમાં કેટલીક વાર સંબંધિત દેશની લશ્કરી તાકાતનું પ્રદર્શન મોખરે રહે છે.
ભારતમાં તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય માટે આ દિવસનું મહત્ત્વ અન્ય રીતે પણ છે. પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન હોવાથી ગુજરાત પૂરતું તો તેનું બેવડું મહત્ત્વ છે.
આ પણ વાંચો : શું તમે ગુજરાત વિશેની આ વાતો જાણો છો ?
આ ઉપરાંત આપણા દેશમાં મજૂરોને ધ્યાનમાં રાખીને કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે :
(મજૂર કાયદા અંગેની વધુ વિગતો વિશ્વકોશમાંથી વાંચવા ક્લિક કરો : મજૂર કાયદા)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.