Gujaratilexicon

આવ્યો વરસાદ… અને ભીંજવી ગયો પાછી એ જ યાદ

July 09 2011
GujaratilexiconGL Team

“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં”

મોસમનો પહેલો વરસાદ વરસે છે ત્યારે આવી જ પંક્તિઓ લોકોના (ઉંમર પ્રમાણે હોં) મનમાં રટણ કરતી થઈ ગઈ હશે. વરસાદ વરસે ત્યારે બુંદોની સાથે સાથે સંસ્મરણોનો પણ મનમાં વરસાદ થવા લાગે છે. પહેલાં વરસાદમાં શું કર્યું હતું તેનું સમગ્ર ચિત્રણ આંખોની સમક્ષ ખડું થઈ જાય છે.

Explore more gujarati lagna geet from here

કોઈ હાઈ-વે પર કરેલ લોંગ ડ્રાઇવને યાદ કરે છે, તો કોઈ બાળપણમાં ચડ્ડીધારી મિત્રો સાથે કાગળની હોડી બનાવીને તરતી મૂકવાના અનુભવને યાદ કરે છે. કોલેજની બહાર ગરમાગરમ મકાઈ ખાવાનું, પ્રિયજન સાથે હાથમાં હાથ પકડીને ભીંજાતા ચાલવાનું, ભીની માટીની મહેંક, બાઈક લઈને મિત્રો સાથે ફરવાનું, પાણીમાં છબછબીયા કરવાનું, આકાશ સામે નજર કરી ચહેરા પર પડેલાં વરસાદનાં ટીપાંને સ્પર્શ કરવું, ચાલતી કારમાંથી હાથ બહાર કાઢીને વરસાદનો આનંદ માણવો, ઘેરા આકાશના ઘૂઘવાટાનો અવાજ સાંભળવો, મેઘધનુષને જોયા જ રાખવું અને કડાકા બોલાવતી વીજળીનો અવાજ સાંભળવો વગેરે જેવા ન જાણે કેટ કેટલાં સંસ્મરણો મગજના કોઈક ખૂણામાંથી ધૂળ ખંખેરીને ફટાક દઈને આંખોની સામે તાજાં થઈ જતાં હોય છે.

કદાચ, આટલું વાંચતી વખતે પણ તમારા જીવનનાં આવાં જ કેટલાંય દૃશ્યો  તમારી આંખો સમક્ષ હાજર થઈ ગયાં હશે, હેં ને !  જો તમારી પાસે પણ ‘પહેલાં પહેલાં વરસાદ’ના ભીના અને મધુર પ્રસંગોની યાદ હોય તો અમારી સાથે શેર કરો…

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

5

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects