Gujaratilexicon

મુવી રિવ્યુ – ગુજરાત 11

November 30 2019
GujaratilexiconGL Team

ગુજરાત 11 :

દિગ્દર્શક – જયંત ગિલાટર

કલાકાર – ડેઈઝી શાહ, પ્રતીક ગાંધી, કેવિન દવે

Loading...

માત્ર વેપાર ક્ષેત્રે જ નહિ પરંતુ રમત ક્ષેત્રે પણ ગુજરાતીઓ આગળ છે એવો સંદેશ આપતી આ ફિલ્મમાં રમતને પ્રાધાન્ય ઉપરાંત ‘’નારી તું નારાયણી’ અને ‘ખેપ હાર્યો કઈ ભવ નથી હાર્યો’ જેવા અન્ય સંદેશ આપવામાં આ ફિલ્મ સફળ થઈ છે.

કોઈ બાળક દ્વારા કોઈ અપરાધ થાય છે ત્યારે તેનો કેસ બાળ અદાલતમાં ચાલે છે અને કોર્ટના ચુકાદા મુજબ તેને સજા ગાળવા બાળ સુધાર કેન્દ્રમાં મોકલવામાં આવે છે. આ કિશોરોને જીવનમાં ‘હજી આગળ ઘણું છે’ એવો જુસ્સો આપવા વિવિધ સંસ્થાઓ કામ કરતી હોય છે, એમાંથી એક છે ‘સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ જે દેશના બધા જુવેનાઈલ હોમ્સ વચ્ચે ફૂટબોલની ટુર્નામેન્ટ રાખે છે જેની જાણ સુરતની બાહોશ પોલીસ અધિકારી દિવ્યા(ડેઈઝી શાહ)ને થાય છે અને પછી શરૂ થાય છે એક સુંદર સફર.

ગુજરાતી સિનેમાના આ સુવર્ણ સમયને વધુ ચળકાટ આપવા માટે આ ફિલ્મ સક્ષમ છે. ફૂટબોલ પર આધારિત આ ફિલ્મ ખૂબ સરસ રીતે લોકોના મનમાં પોતાનું સ્થાન બનાવે છે અને લોકોને રમત તરફ વળવા પ્રેરિત કરે છે. બધાના જીવનમાં એક એવો સમય આવે જ છે જ્યારે માણસને પોતાની આવડત પર શંકા થાય છે અને પોતાની જાત પરથી ભરોસો ગુમાવી દે છે. આવા સમયે માણસને બેઠો કરવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ હોય જેને સામેવાળાની આવડત પર ભરોસો હોય એ વ્યક્તિ તે વ્યક્તિને જીવનના કપરા કાળમાંથી બહુ સુંદર રીતે બહાર લાવી શકે છે અને આવું જ કામ કરે છે ડેઈઝી શાહ. પોતાનું સપનું પૂરું કરવા પોતાની શારીરિક પીડા અવગણીને લડવાનું ચાલુ રાખી ડેઈઝી શાહ કેવી રીતે અન્યમાં નવસંચાર ફૂંકે છે એ જાણવા તમારે અચૂક એકવાર ફિલ્મ જોવી પડે.

આ સિવાય રોજિંદા જીવનમાં ચાલતાં વિખવાદ અને જુથવાદની સાથે કેવી રીતે કામ લેવું એ વાત અહીંથી શીખવા મળશે. કેવી રીતે ગુજરાતના અલગ અલગ ભાગમાંથી આવેલા કિશોરો જુથવાદી વલણ ભૂલી એક થઈ ગુજરાત 11ને વિજયી બનાવવા મહેનત કરે છે તેનું સુંદર આલેખન છે.

અમુક અમુક સીન્સમાં હાસ્ય પણ ભરપૂર છે જેના માટે કેવિન દવેના અભિનયને દાદ આપવી પડે. એક અદાકાર તરીકે જ્યારે જ્યારે પણ કેવિનને મોકો મળ્યો ત્યારે તેણે પાત્ર સાથે યોગ્ય ન્યાય કર્યો છે. એક સમયનો કબડ્ડી ચેમ્પિયન કેવિન અત્યારે કેમ મેદસ્વીતાથી પીડાય છે એ વાતનું વર્ણન ખૂબ રમુજી છે જે ફિલ્મ જોતા ખ્યાલ આવશે.

પ્રતીક ગાંધીએ ફરીવાર પોતાનો ધારદાર અભિનય કર્યો છે. ‘જો પાંચ જણા મેચ હરાવી શકે તો છ જણા મેચ જીતાડી પણ શકે ને!’ પ્રતીક ગાંધીના મોંમાંથી નીકળેલો અને ટ્રેલરમાં સાંભળવા મળતો આ ડાયલોગ ટીમવર્કને પ્રાધાન્ય આપે છે. આ સિવાય આખી ફિલ્મમાં સંવાદો પણ ખૂબ બારીકીથી લખવામાં આવ્યા છે.

અભિનયની દૃષ્ટિએ દરેકે પોતાના ભાગે આવતો અભિનય સુંદર રીતે રજૂ કર્યો છે અને જયંત ગિલાટરનું દિગ્દર્શન પણ  સુંદર છે.

રેટિંગ – 3.5/5

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

અષાઢ , વદ

જુલાઈ , 2020

8

સોમવાર

13

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

Social Presence

Loading…


GL Projects