Gujaratilexicon

Sequence – એક ગેમ કરતાં વિશેષ

January 29 2020
GujaratilexiconGL Team

Sequence game એટલે શું. શબ્દકોશ પ્રમાણે Sequence એટલે અનુક્રમ, ઘટનાક્રમ, અખંડિત માલિકા, ક્રમ પ્રમાણે સાથે લાગી આવતી વસ્તુઓ, પરંપરા, શ્રેણી, ચિત્રપટની ઘટના કે પ્રસંગ, નિષ્પત્તિ, ફળ, પરિણામ.

પણ શું તમે ક્યારેય પણ sequence game વિશે સાંભળ્યું છે ?

આ sequence એ એક પ્રકારની બોર્ડ ગેમ છે

Loading...

ખેલાડીઓની સંંખ્યા :

આ ગેમ રમવા માટે ઓછામાં ઓછા 2 ખેલાડીઓની જરૂર પડે અને વધુમાં વધુ 12 ખેલાડીઓ સાથે આ ગેમ રમી શકાય.

જો 3 કરતાં વધુ ખેલાડીઓ હોય તો તમારે તેમને 2 કે 3 પ્લેયર ધરાવતી ટીમમાં ખેલાડીઓની વહેંચણી કરવી પડે. દા.ત. 4 ખેલાડીઓ હોય તો 2-2ની બે ટીમ, 9 ખેલાડી હોય તો 3-3ની 3 ટીમ તે રીતે.

આ એક પ્રકારની માઇન્ડ ગેમ છે. બોર્ડને ટેબલની વચ્ચે રાખો.

પ્લેયરની બેઠક :

જો 3 ટીમ હોય તો ટીમ 1ના પહેલા પ્લેયર પછી ટીમ 2નો પહેલો પ્લેયર અને ત્યારબાદ ટીમ 3નો પહેલો પ્લેયર બેસશે .

ત્યારબાદ ટીમ 1નો બીજો પ્લેયર બેસે એ રીતે બેસવાનું હોય છે એટલે કે alternate પોઝિશન પર બેસવાનું હોય છે.

કાર્ડની વહેંચણી :

આ ગેમમાં 2 પ્લેયર વચ્ચે 7 કાર્ડ, 3 પ્લેયર વચ્ચે 6, 4 વચ્ચે 6, 6 વચ્ચે 6, 8 અને 9 પ્લેયર વચ્ચે 4 કાર્ડ, 10 અને 12 પ્લેયર વચ્ચે 3 કાર્ડની વહેંચણી કરવામાં આવે છે.

આ ઉપરાંત ગેમમાં અલગ અલગ 2-3 કલરના coin આપવામાં આવેલા હોય છે. દરેક ટીમ પોતાના કોઈનનો કલર નક્કી કરી અને પોતાના પ્લેયર વચ્ચે તે વહેંચી દે છે.

બોર્ડમાં દરેક કાર્ડના કલરની બે પેર હોય છે ફકત જેકનું પાનું તેમાં હોતું નથી. દા.ત. લાલના એક્કાથી બાદશાહ સુધીની જેમાં જેકનો (Jack) સમાવેશ થતો નથી તેની બોર્ડમાં બે જગ્યાએ ગોઠવણી હોય છે તો તમે જે પાનું ઉતરો તેનો કોઈન મૂકવા માટેના બે ઓપ્શન તમારી પાસે હોય છે.

sequence board, card and coin
ગેમનો મુખ્ય હેતુ :

જો 2 ખેલાડીઓ અથવા 2 ટીમ આ ગેમ રમી રહી હોય તો એક ખેલાડી અથવા એક ટીમે સામે વાળા ખેલાડી કે ટીમ કરતાં પહેલાં બે sequences બનાવી પડે. આ જ રીતે જો 3 ખેલાડી કે 3 ટીમ હોય તો પણ એક ખેલાડી અથવા એક ટીમે સામે વાળા ખેલાડી કે ટીમ કરતાં પહેલાં બે sequences બનાવી પડે.

અન્ય નિયમો :

આ ગેમમાં ઘણાં બધાં નિયમો છે. જેમ કે,

  • આમાં કોઈ પણ ટીમ પોતાના ટીમના પ્લેયર સાથે કોઈ પણ વાતચીત કે ઈશારા ન કરી શકે.
  • તમે એક કાર્ડ ઉતરો પછી તમારે એક કાર્ડ ખેંચવાનું યાદ રાખવું પડે જો ભૂલી જાવ તો તમારે ઓછા પત્તાથી ગેમ રમવી પડે
  • તમે આડી – ઊભી એમ બન્ને પ્રકારે sequence બનાવી શકો છો.
  • જો એક ટીમ કે પ્લેયર કોઈ sequence બનાવે તો તેને ત્યારબાદ તમે તોડી ના શકો
  • બનાવેલી sequenceના કોઈ એક કાર્ડને તમે અન્ય sequence બનાવવા ઉપયોગમાં લઈ શકો છો.
  • આ 52 કાર્ડમાં કુલ 4 જેક (ગુલામ) હોય છે જેમાં 2 આંખવાળા 2 જેક અને 1 આંખવાળા 2 જેક હોય છે.
  • 1 આંખવાળા જેકનો ઉપયોગ તમે સામેવાળી ટીમ કે પ્લેયરે મૂકેલા કાર્ડને (બનેલી sequence સિવાયના) ઉપાડવા કરી શકો છો જ્યારે 2 આંખવાળા જેકનો ઉપયોગ sequence game પૂરી કરવા ખૂટતાં કોઈ એક કાર્ડની જગ્યા પૂરવા ઉપયોગમાં લઈ શકો છો.
  • એક પાનું ઉતરો એટલે પાનું ખેંચવાનું ભૂલવું નહીં

સિક્વન્સ ગેમ એ એક પરિવાર સાથે મળી રમી શકાય તેવી બોર્ડ ગેમ છે. આ ગેમ રમવી સરળ છે. 7 વર્ષથી ઉપરની બધી જ ઉંમરની વ્યક્તિ તે રમી શકે છે.

આ ગેમ એક વ્યૂહરચના ગેમ પણ કહી શકાય. તમારી તર્કશક્તિ વિકસાવવાની અનોખી તક અહીં મળે છે. સામેની ટીમ કે પ્લેયરની ગેમને સમજીને તમારે તમારી ચાલ ચાલવાની હોય છે. આ બાબત તમને જીવનમાં અન્ય લોકોના સ્વભાવ, ચાલચલગતને સમજવાનો મોકો આપે છે. તમે તમારી જાતને સ્પર્ધાત્મક વાતાવરણ માટે તૈયાર કરી શકો છો. પરિવાર સાથે મળી રમી શકાતી આ ગેમ વળી પારિવારિક ભાવનાને પ્રાધાન્ય મળે છે અને અરસપરસનુંં બંધન વધુ મજબૂત બને છે.

Katrina Kaif playing sequence
જાણો આ બ્લોગમાં રહેલા શબ્દોના ગુજરાતી અર્થ (English to Gujarati Dictionary meanings)

sequence – અનુક્રમ, ઘટનાક્રમ, અખંડિત માલિકા, ક્રમ પ્રમાણે સાથે લાગી આવતી વસ્તુઓ, પરંપરા, શ્રેણી, ચિત્રપટની ઘટના કે પ્રસંગ, નિષ્પત્તિ, ફળ, પરિણામ

alternate – (બે જાતની વસ્તુઓ અંગે) એક પછી બીજું થતું, વારાફરતી થતું, (ક્રમ અંગે) એકાંતરે આવતી વસ્તુઓનું બનેલું, (નામ સાથે) દરેક બીજી વસ્તુ, એક પછી એક વારાફરતી ગોઠવવું કે થવું

Jack – ભારે વજન અધ્ધર ઊંચકવાનો ઊંટડો, ગાડીની ધરી ઊંચકવાનું પેચવાળું સાધન, જૅક (૨) ગુલામનું પત્તું (૩) માંસ શેકવાનો સળિયો કે કલથો, એક (બહુધા નાની) ખાઉધરી માછલી (૪) તાકીને મારવા મૂકેલો દડો (૫) વહાણનો ઝંડો, મોરા આગળ ફરકતો રાષ્ટ્રીયતાનો દ્યોતક, ગોળ કાંકરીઓ ઉછાળીને રમાતી રમત (૬) ચામડાની ડોલ

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

જેઠ , સુદ

જૂન , 2020

12

બુધવાર

3

આજે :
વટસાવિત્રી વ્રત શરુઆત
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

Social Presence

Loading…


GL Projects