Gujaratilexicon

ગુજરાતીઓને પ્રિય અથાણું(pickles) બારેમાસ કેવી રીતે સાચવશો(food preservation) ?

June 15 2020
Gujaratilexicon

વાનગી પ્રિય ગુજરાતીઓને જો તેમની મિષ્ટાનથી ભરપૂર થાળીમાં જો અથાણું(pickles) મૂકેલ ન હોય તો થાળી ખાલી લાગે છે. 365 દિવસ તેમને અથાણું તો જોઈએ જ જોઈએ. કેરીની મોસમમાં બારેમાસનું અથાણું બનાવવામાં આવે છે પણ જો આ અથાણાની યોગ્ય સારસંભાળ ન રાખવામાં આવે તો અથાણું બગડી જવાની શક્યતા રહે છે અને ગુજરાતીઓમાં એક લોકવાયકા પ્રચલિત છે કે, “જેનું અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું”

તો ચાલો જોઈએ કે આ બારેમાસ વપરાતાં આ અથાણાંં કેવી રીતે સાચવશો ? (How to preserve pickles) (Tips for food preservation)

અથાણાં ઘણા પ્રકારના બને છે, પણ બાર મહિના રહી શકે તેવું અથાણું ઉનાળામાં બને છે. અથાણું બનાવવા દરેક રાજ્યમાં અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે. મોટાભાગે તલનું તેલ, સરસવનું તેલ, મગફળીના તેલનો વધુ ઉપયોગ થાય છે. સરસવના તેલમાં બનેલું અથાણું લાંબા સમય સુધી સચવાઈ રહે છે, પણ તે ગરમ હોવાથી દરેકની પ્રકૃતિને માફક આવતું નથી.

અથાણું સાચવવા માટે ખાસ ધ્યાનમાં રાખવાની વિગતો : (Tips to preserve pickles)
  • ચોમાસામાં અથાણાંની બરણી ખુલ્લી ન રાખવી અને શક્ય હોય ત્યાં સુધી ભેજ અંદર જાય નહીં તેનું ધ્યાન રાખવું
  • અથાણું બનાવવા કેરી, ગુંદા વગેરે કડક જ લેવાં, પોચાં પડી ગયેલા ફળ કે શાકભાજી ન વાપરવા
  • કેરી અથવા જેનું અથાણું બનાવવાનું હોઈ તેને બરાબર ધોઈ અને સાફ કરીને જ વાપરવા તથા પાણીનો સહેજ પણ ભાગ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું
  • અથાણામાં વપરાતા તેલ, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હિંગ વગેરે ભેળસેળ વગરનાં શુદ્ધ તેમ જ તાજા લેવા
  • અથાણાંના લાલ રંગ માટે મરચું કાશ્મીરી વાપરવું
  • ગોળ કોલ્હાપુરી વાપરવો વધુ હિતાવહ છે
  • જો અથાણામાં ચાસણી કરવાની હોય તો ચાસણી પાકી થવા દેવી, જો પાણીનો ભાગ રહેશે તો અથાણામાં ફુગ થવાની શકયતા રહે છે

આ પણ વાંચો : અનાજ સંગ્રહ કરવાની વિવિધ રીતો

  • અથાણાના માપ પ્રમાણેની જ બરણી લેવી જેથી અંદર હવા ન રહે અને અથાણું બગડે નહીં
  • બરણીનું ઢાંકણું એરટાઇટ હોવું ખાસ જરૂરી છે, જો એરટાઇટ બરણી હશે તો અથાણું લાંબા સમય સુધી સારું રહેશે.
  • અથાણાની બરણીને સાબુથી બરાબર ધોઈ સાફ કરવી તેમ જ તડકામાં તપાવી કોરી કરવી. જો બરણીમાંથી વાસ ન જતી હોય તો પલાળેલી માટી બરણીમાં લગાવી આઠ-દસ દિવસ તડકામાં રાખી પછી ધોવી વાસ જતી રહેશે.

ઉપર મુજબની નાની નાની બાબતોનું જો ખાસ ધ્યાન રાખવામાં આવે તો અથાણું લાંબા સમય સુધી સારું રહી શકે છે.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

સપ્ટેમ્બર , 2023

શનિવાર

30

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects