Gujaratilexicon

વસંતપંચમી (Vasantpanchami) : વસંતનું આગમન

January 30 2020
GujaratilexiconGL Team

Vasantpanchami – ગુજરાતી કેલેન્ડર મુજબ મહાસુદ પાંચમ એટલે વસંતપંચમી, શુભ મંગલ કાર્ય પ્રારંભ કરવાનો પવિત્ર દિવસ.

આ દિવસથી વસંતોત્સવનો પ્રારંભ થાય છે. સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યાર પછીના 40 દિવસ વસંત ઋતુના કહેવાયા છે. વસંતમાં નવી કૂંપળો ફૂટે છે અને ફૂલ ખીલે છે.

બધી ઋતુમાં વસંતનો મહિમા અલગ જ છે અને તેના આગમનના વધામણાં વસંતપંચમીથી થાય છે.

Loading...

આ સમયમાં પ્રકૃતિનું સૌંદર્ય ખીલી ઉઠે છે, ઠંડીની વિદાય થવાનું શરૂ થાય છે, દિવસે સૂર્યનો કુમળો તડકો અને રાત્રે મીઠી ઠંડી આ ઋતુને વધુ રંગીન બનાવે છે.

Explore video of : વસંતપંચમી : વસંતનું આગમન

વસંતપંચમી (vasantpanchami) શ્રીપંચમી તરીકે પણ ઓળખાય છે. વર્ષો પહેલાં આ દિવસે નગરજનો સામુહિક ઉત્સવ ઊજવતા. રાજા પ્રજા સૌ વસંતને વધામણાં આપતાં.

એક માન્યતા પ્રમાણે શ્રી કૃષ્ણએ સરસ્વતી પૂજન કર્યું હતું અને ત્યારથી વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજન થાય છે. અન્ય એક માન્યતા પ્રમાણે આ દિવસે બ્રહ્માના મુખમાંથી સરસ્વતી ઉત્પન્ન થયા હોવાથી સરસ્વતી પૂજન થાય છે.

આ દિવસે સરસ્વતી પૂજન થતું હોવાથી આ દિવસને બાળકને શાળામાં બેસાડવાનો ઉત્તમ દિવસ માનવામાં આવતો અને ધામધૂમપૂર્વક બાળકનું શાળા ગમન થતું.

બંગાળમાં આ દિવસે લખવાનું કામ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવે છે. બીજા દિવસે ગણપતિ વિસર્જનની જેમ સરસ્વતીની મૂર્તિનું જળમાં વિસર્જન કરવામાં આવે છે.

રાજસ્થાનમાં ગણગોર (ગૌરીપૂજા) ઉત્સવ વસંતપંચમીના દિવસે ધામધૂમથી ઉજવાય છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં આ દિવસે લોકો બળદની પૂજા કરી ખેતર ખેડવાનો આરંભ કરે છે.

મહાકવિ કાલિદાસના અદ્ભુભુત ગ્રંથ ‘અભિજ્ઞાન શાકુન્તલમ’માં શકુન્તલાના વિયોગથી પીડાતા દુઃખી રાજા દુષ્યંતે મધુમાધવના આગમન પૂર્વે વસંતપંચમીના દિવસથી શરૂ થતાં વસંતોત્સવની ઉજવણી આખા રાજ્યમાં કરાવી હતી.

આમ, વસંતપંચમી એટલે વસંતના આગમનને વધાવવાનો દિવસ, વિદ્યાદેવી સરસ્વતી આરાધનાનો દિવસ. વસંતપંચમી પર જીવનમાં તમે ખૂબ વિદ્યા પ્રાપ્ત કરો અને તમારા જીવનમાં ખુશીઓ બની રહે એવી પ્રાર્થના સાથે વસંતપંચમીની હાર્દિક શુભકામનાઓ.

જાણો આ શબ્દનો અંગ્રેજી અર્થ (Gujarati to English)

વસંત – one of the six seasons of the year, spring (covering Chaitra and Vaishakh); kind of mode of music.

પૂજન – worship(ping); honour; rendering homage.

ધામધૂમ – preparations on a large scale; wild hurry and bustle.

વિસર્જન – leaving, giving up; renouncing, renunciation; departure, dispersal; dissolution; completion.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

જેઠ , સુદ

મે , 2020

6

ગુરૂવાર

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

Social Presence

Loading…


GL Projects