Gujaratilexicon

દેવદિવાળી – કાર્તિકી પૂર્ણિમા

November 04 2014
GujaratilexiconGL Team

મિત્રો, આપણે દિવાળી ધામધૂમથી મનાવી,  હવે દેવોની દિવાળી દેવદિવાળી આવશે. જેની ઉજવણી દેવો સાથે માનવો પણ કરે છે. દેવદિવાળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દેવદિવાળીના દિવસે જ ઠેર ઠેર તુલસીવિવાહનું આયોજન પણ કરવામાં આવે છે અને ગુરુ નાનકદેવ જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓમાં દેવદિવાળીના પર્વનું ઘણું મહત્ત્વ રહેલું છે. શાસ્ત્રો અનુસાર દેવશયની એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને પ્રબોધ કરી જગાડવામાં આવે તે દિવસ પ્રબોધિની એકાદશી તરીકે જાણીતો થયો, પરંતુ ભગવાન લાંબા અરસા પછી શયનમાંથી બહાર આવતા હોઈ ભક્તો આનંદિત થઈ એકાદશીના ચાર દિવસ બાદ એટલે કે કારતક સુદ-પૂર્ણિમાના દિવસે ભગવાન જાગ્યાનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. આ ઉત્સવ દેવો માટે ઉજવવામાં આવતો હોવાથી સ્વર્ગના દેવો પણ પૃથ્વીવાસીઓના આ પર્વમાં જોડાય છે. આમ, સર્વે દેવતાઓએ સાથે મળીને આ ઉત્સવ ઉજવતા હોવાથી તે દેવદિવાળીના નામે પ્રખ્યાત થયો છે.prabodhini ekadashi

દેવદિવાળી સાથે જોડાયેલી બીજી આખ્યાયિકા અનુસાર આ દિવસે ત્રિપુરાસુરના વધથી પ્રસન્ન થયેલા દેવતાઓએ તે દિવસની ઉજવણી દીપ પ્રગટાવી કરી હોવાથી આ દિવસ દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. ત્રીજી કથા અનુસાર પાર્વતીપુત્ર કાર્તિકેયજીએ સ્વર્ગના સેનાપતિ બનીને તારકાસુરનો વધ કર્યો. તારકાસુરના વધથી પ્રસન્ન થયેલા દેવોએ કૈલાસમાં દીવાઓ પ્રગટાવી જે દિવસે ઉત્સવ મનાવ્યો તે દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. આ દિવસની જીતની ખુશાલીમાં કાર્તિકેયજીને કાર્તિક (કારતક) મહિનાના સ્વામી બનાવવામાં આવ્યા હતા. આજના દિવસે તુલસીવિવાહ રચાય છે, તેથી ‘તુલસીવિવાહ દિવસ’ તરીકે ઓળખાય છે, તેમજ આ દિવસે શીખોના ગુરુ નાનક સાહેબે શીખ સંપ્રદાયની સ્થાપના કરી હોઈ આ દિવસને ‘ગુરુનાનક જયંતી’ તરીકે પણ ઉજવવામાં આવે છે.

Loading...

ગંગાઘાટે (કાશીમાં) દેવદિવાળી

10dev-deepawali11

આ દિવસે ભગવાન શંકરે સ્વર્ગના દેવતાઓને ત્રિપુરાસુરના ત્રાસમાંથી મુક્ત કર્યા હોવાથી બધા દેવતાઓ ખુશ થઈ પૃથ્વી પર ભગવાન શંકર જ્યાં સદા બિરાજમાન છે તે કાશી વારાણસીમાં ઊતર્યા અને પૃથ્વીવાસીઓ સાથે દીવડા પ્રકાશિત કરી આ પ્રસંગને ધામધૂમથી મનાવ્યો. આથી એક માન્યતા છે કે આજે પણ કાશીના ગંગાઘાટ પર બધા જ દેવતાઓ પોતાના સ્વર્ગને આ દિવસની રાત્રીએ કાશીમાં ગંગાજીના ઘાટ અને નીરમાં પધરાવે છે. રાત્રીના સમયે જ્યારે ઘાટ અને ગંગાજીના નીર અનેક દીપોથી ઝળહળી ઊઠે છે ત્યારે તે દીવડાઓના પ્રકાશમાં ભક્તજનો પૃથ્વી પર ઊતરી આવેલા સ્વર્ગનાં દર્શન કરે છે. જેમ ઉત્તર ભારતના કાશીમાં આ દિવસ દીવડાઓથી ઝગમગી ઊઠે છે તેમ ઉત્તર ભારતની વ્રજભૂમિનાં મંદિરોમાં પણ આ દિવસે અન્નકૂટ ધરાવીને યમુનાજીમાં અનેકવિધ દીવડાઓ તરતા મૂકવામાં આવે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં તુલસીવિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાય છે. ગોવામાં આ ઉત્સવની ઉજવણી દિવસભર ચાલે છે જે ‘તુળસીચા લગ્ન’ના નામે ઓળખાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ આ ઉત્સવનું ઘણું જ મહત્ત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ દિવસ ચાલે છે. તુલસીવિવાહ બાદ જ ભારતમાં લગ્નની મોસમ શરૂ થાય છે.

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

શ્રાવણ , વદ

ઓગસ્ટ , 2020

6

સોમવાર

10

આજે :
શીતળા સાતમ
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

Social Presence

Loading…


GL Projects