Gujaratilexicon

ગુરુ પૂર્ણિમા વિશે ખાસ (About Guru Purnima)

July 24 2021
Gujaratilexicon

પૂર્ણ ગુરુની…ગુરુ પૂર્ણિમા…(guru purnima)
સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર.. ઉજાસ પાથરે…અને અંધારું દૂર કરે છે…
ગુ=અંધકાર , રૂ=નાશ, જે અંધકારનો નાશ કરે તે ગુરુ કહેવાય… અલંકારના કાળા ડીબાંગ ઘનઘોર તિમિર પડેલાને દૂર કરવાનું કામ ગુરુનું છે.
ગુરુ પૂર્ણ છે.. અને શિષ્યને પૂર્ણ બનાવવાનું કામ પણ ગુરુ જ કરે છે.
ગુરુ જે પોતાના કરતાં પણ શિષ્યને આગળ વધવાની પ્રેરણા આપે..
કોચ જે… પોતાનામાં જેટલી આવડત હોય તેટલું જ પોતાના વિદ્યાર્થીઓને આપે..
રોલ મોડલ જે.. તમને નવું કશું જ નહીં આપે….તમારે ખુદ એમના જેવા બનવાની મહેનત કરવી પડે.
શિક્ષણ માણસને બગાડવાનું કામ કરે છે…
જ્ઞાન માણસને જગાડવાનું કામ કરે છે..
શિક્ષણ આપે તે શિક્ષક (teacher).. ગુરુ હંમેશા જ્ઞાન આપે છે..
શિક્ષક મનમાં ભ્રમણા ઓ ઉત્પન્ન કરે છે.
ગુરુ મનની ભ્રમણાઓને દૂર કરવાનું કામ કરે છે.
શિક્ષક આખી દુનિયાનું ભૂસું મનમાં ભરે છે.
ગુરુ એ બધા ભુસાને ખાલી કરવાનું કામ કરે છે.

આવા અન્ય બીજા આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો.

શિક્ષક (teacher) જીવનમાં દ્વિકોણ, ત્રિકોણ, ચતુષ્કોણ અને ષટકોણ શીખવે છે જ્યારે ગુરુ જીવનનો દૃષ્ટિકોણ બતાવે છે.
જે દિવસે આખી લાઈફ સ્ટાઈલમાં ગુરુનું પાત્ર આવી જશે… ત્યારથી લાઈફની આખી રોનક બદલાઈ જશે.
કવિ કહે છે.. શિશ દિયે ગુરુ મિલે.. તો ભી સસ્તા જાન..
ગુરુ.. milestone છે.. જે મુકામ નજીક આવવાની જાણકારી આપે છે.
ગુરુ.. દીવાદાંડી છે.. દરિયામાં અથડાતા.. વહાણો માટે દીવાદાંડીની જેમ સંસારમાં માર્ગદર્શન પામવાનું અનેરું સ્થાન છે.
ગુરુ.. સાઈનબોર્ડ છે.. જે આપણને સંસારની અનિષ્ટતા થી સાવચેત કરે છે.
જૈન ધર્મના મતે.. ગુરુ પૂર્ણિમા.. નથી..
જે દિવસે તમે ગુરુને યાદ કરો.. એ દિવસ તમારા માટે ગુરુપૂર્ણિમા (guru purnima) જ છે.
ભગવાન સામે… રોજ પ્રાર્થના કરજો..
પ્રભુ.. સદગુરુ જોગો તવ્વયણ સેવણા આભવમાંખંડા
પ્રભુ મને..”હું જ્યાં સુધી મોક્ષમાં ન પહોંચું ત્યાં સુધી મને આપના પ્રભાવે શુભ ગુરુનો યોગ મળતો રહે ..એમની સેવાનો લાભ મને મળતો રહે” પ્રભુ! આ મારી પ્રાર્થના સ્વીકારજો.. જલ્દી પૂરી કરજો.
ગુરુ બિન ઘોર અંધાર…
ગુરુ વગર જ્ઞાન નથી.. જ્યાં જ્ઞાન નથી… ત્યાં મોક્ષ માર્ગે નથી..
જ્યાં મોક્ષમાર્ગી નથી.. ત્યાં તો માત્ર… અનંત સંસાર છે…
આ અનંત સંસાર સાગરમાં… ગુરુ નાવડી સમાન છે. એ જ સાગરની પેલે પાર પહોંચાડશે…

  • લેખક : પરમ પ્રેમ વિજય મહારાજ સાહેબ

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

માર્ચ , 2024

મંગળવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects