પરજન્ય થયો ‘ને ધરા હરખાઈ
લાગે હરિયાળા વન ઉપવન,
પુલકિત થયાં સહુ નર ને નારી
લાગ્યાં મયૂર કરવા નર્તન.
લચ્યાં ફળ ફૂલે છે વૃક્ષ ને વેલા
લાગે અતિ મોહક નવ સર્જન,
પશુ પંખી સહુ રાચે આનંદે
થઈ હર્ષિત, કરે મધુર ગુંજન.
બાળક નાના કરે છબછબીયાં
જોઈ હરખાયે મુજ મન,
લાગે જાણે વૃંદાવન માંહે
થઈ રહ્યાં બાળકૃષ્ણ દર્શન.
ગુજરાતીલેક્સિકોન તરફથી આજના જન્માષ્ટમીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતાં
“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી.”
Source-Girishdesai.gujaratisahityasarita
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.