ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
હે હીંચ લેવી છે ને (મારે ગરબે ઘૂમવું છે)… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે.
હે તારે કિયા ભાઈનાં ચોગલે હવે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે ચોગલે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…
હે તારે કિયા ભાઈને દાંડિયે આજે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે દાંડિયે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…
તારે કિયા ભાઈની ઠેસે હવે હીંચ લેવી છે?
મારા સાહ્યબા તારી ઠેસે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…
નવરાત્રી એટલે મા જગદંબાની આરાધનાનું પર્વ.
નવરાત્રીમાં માતાજીની ઉપાસના, ભક્તિ કે ગુણગાન ગાવાથી માતાજીની અસીમ કૃપા આપણા ઉપર થાય છે.
નવરાત્રીના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૂપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે.
તે શક્તિની આરાધનાનું પર્વ છે.
આપ સહુને નવરાત્રીની શુભેચ્છાઓ….
બોલો અંબે માત કી જય !!
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.