આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત એવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા જૈનિઝમનાં મૂળ તત્ત્વો દર્શાવતી ઑનલાઇન પર્યુષણ (paryushan)વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જૈન(jain)દર્શનના ખ્યાતનામ ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈ પર્યુષણ(paryushan)ના આઠેય દિવસના મહિમાને દર્શાવતા એના મૂળભૂત વિષયો પર સવારે આઠ વાગ્યે પ્રવચન આપશે. જેમાં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોની સમજની સાથોસાથ એની વર્તમાન સમયને અનુલક્ષીને માર્મિક છણાવટ કરવામાં આવશે.
પર્વાધિરાજ પર્યુષણનો મર્મ, તપનો મહિમા, નવકાર મંત્રનાં રહસ્યો, કલ્પસૂત્રની ગહનતા, ક્રાંતિના ધર્મનો આપેલો પ્રભુ મહાવીરનો સંદેશ, ગુરુ ગૌતમ સ્વામીની મહત્તા, સ્વાધ્યાય તપ તેમજ ક્ષમાપના જેવા જુદાં જુદાં વિષયો પર મૂળ ગ્રંથોને અનુલક્ષીને વક્તવ્ય આપશે.
આ વક્તવ્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીની યુ-ટ્યૂબ institute of Jainology અને ફેસબુક Institute of Jainology Ahmedabad તેમજ ગુજરાતીલેક્સિકન અને ગુજરાતી વિશ્વકોશના યુ-ટ્યૂબ અને ફેસબુક પરથી જોઈ શકાશે.
આ પણ વાંચો : આધ્યાત્મિક પર્વ – પર્યુષણ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.