| Proverb | Meaning |
| Of two evils choose the least | બે ખરાબ વસ્તુમાંથી ઓછી ખરાબ વસ્તુ પસંદ કરો |
| Old friends and old wine are best | જૂનો મિત્ર અને જૂનો દારૂ બંને ઉત્તમ |
| Once bitten twice shy | દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ |
| One cannot be at two places at once | બે ઘોડે ન ચડાય |
| One drop of poison infects the whole tun of wine | એક માછલી આખા તળાવને ગંદું કરે |
| One good turn deserves another | ભલું કરનારનું ભલું કરો |
| One law for the rich, and another for the poor | ગરીબ અને તવંગર માટેનાં કાયદા અલગઅલગ |
| One man’s meat is another man’s poison | એક માટે મીઠાઈ બીજા માટે ઝેર |
| One swallow does not make a summer | માત્ર એક કોયલ ટહૂકે તેથી વસંત ન આવી જાય |
| One today is worth two tomorrow | આજનો દિવસ, આવતી કાલના બે દિવસ કરતાં વધુ કિંમતી |
| Out of debt, out of danger | દેવામાંથી મુક્તિ એટલે ભયમાંથી મુક્તિ |
| Out of frying pan into fire | ઊલમાંથી ચૂલમાં |
| Out of sight, out of mind | નજરથી બહાર એટલે હૃદયથી બહાર |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.