ગુજરાતી શબ્દોની સાચી જોડણી વિશે ગુજરાતમાં ઘણા વખતથી ચર્ચા ચાલી રહી હતી. એને પરિણામે એ ભાષાના અભ્યાસમાં પડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી ગુજરાત વિદ્યાપીઠે સામાન્ય રીતે સ્વીકારાયેલા અમુક સિદ્ધાંતોને આધારે ‘સાર્થ જોડણીકોશ’ પ્રગટ કર્યો છે. આ સાર્થ જોડણીકોશના પ્રકાશન વખતે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.”
આ જોડણીકોશ તમે એન્ડ્રોઇડ અને આઇઓએસ એમ બે પ્લેટફોર્મ માટે નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.