Head Word | Concept | Meaning |
સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | મૂળભૂત, નીવડેલું, વાસ્તવિક, પ્રાકૃતિક, અક્ષરાનુસારી, શાબ્દિક, નેકનિષ્ઠાવાળું, પ્રામાણિક, ઈશ્વરાધીન, અસલી, મૂળ પ્રમાણેનું, મૌલિક, તરંગ વિનાનું, ઓપ વિનાનું, નિષ્કપટ, છલ વિનાનું, ભાવાત્મક, સચ્ચાઈવાળું, ન્યાયપૂર્ણ, પેટછૂટું, વિશ્વસનીય, શાશ્વત. |
Head Word | Concept | Meaning | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : સત્ય, સાચાપણું, ખરું સત્ય, ઐતિહાસિક સત્ય, પરલક્ષી સત્ય, તટસ્થ સત્ય, વસ્તુલક્ષી સત્ય, સચ્ચાઈ, ઋત, અંતિમ સત્ય, ઇતિ-હ-આસ, ઐતિહાસિકતા, વાસ્તવિકતા, વસ્તુનું સત્ય, સત્, નગ્ન સત્ય, સીધું સત્ય, પ્રામાણિક સત્ય, ગંભીર સત્ય, ચોક્કસ સત્ય, સીધું સત્ય, આર્ષ સત્ય, કઠોર સત્ય, દિવ્ય સત્ય, નિરપવાદ સત્ય, મૂળભૂત સત્ય, શ્રુતિવચન, પ્રતીતિકર સત્ય, વજનદાર સત્ય. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | ચોકસાઈ, શુદ્ધિ, સત્યશુદ્ધિ, સત્ય માટેની ખેવના, સત્યનિષ્ઠા, સત્યનું લક્ષ, સૂક્ષ્મ સત્ય, નાજુક સત્ય. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્યની નિખાલસતા, સત્યનું ખરાપણું, મૌલિક સત્ય, અધિકૃતતા, ઉચિત સત્ય, વાજબી સત્ય, વાસ્તવિક સત્ય, વાસ્તવવાદ, નરદમ વાસ્તવવાદ, કેવળ વાસ્તવવાદ, વાસ્તવિક આલેખન, વાસ્તવિક રજૂઆત, પ્રામાણિકતા, નિખાલસતા, નિષ્ઠા, સેળભેળ વિનાનું સત્ય, જૂઠા સચ, સત્ય, ઢોંગી સત્ય, સત્યનું વેશધારી સત્ય, અકૃત્રિમતા, કલાના ઓપ વિનાનું સત્ય, નરદમ સત્ય. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : સાચું, ખરું વાસ્તવિક, અધિકૃત, ધર્મસત્ય જેવું, અવ્વલ સાચું, વસ્તુલક્ષી સત્યવાળું, અસંદિગ્ધ, અપ્રશ્નાસ્પદ, નિર્દેશિત, પ્રમાણિત, સુસ્થાપિત, તાર્કિક, ખરું, ચોખ્ખું, ઉચિત, સંપૂર્ણ, અક્ષરશ: પૂર્ણ. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : સાચા હોવું, સત્ય હોવું, સાચા પડવું, ખરા પડવું, સાબિત થવું, સાચા ઠરવું, સાચ ન છોડવું, સત્ય સાથે સુસંગત રહેવું, સાચું દેખાવું, સાચું લાગવું, સત્યનો રણકાર સંભળાવો, સત્યની પ્રતીતિ થવી, બરાબર સાચા હોવું, વિગતવી સચ્ચાઈ હોવી. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : ખરેખર, તદ્ગન, એમ જ, અક્ષરશ:. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : શુદ્ધ સત્ય - ખરા રૂપિયા જેવું. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | શુદ્ધ સત્ય - ચોવીસ કેરેટનું, | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | શુદ્ધ સત્ય - સોળ વાલ ને એક રતિ. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્ય - એક સો એક ટકા. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્ય અને સત્ય સિવાય બીજું કશું નહિ! | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્યમ્ પરં ધીયમહિ. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્યમેવ જયતે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | દતત્સત્. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | (ગીતા ઉપાડીને) ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે હું સત્ય બોલીશ અને સત્ય સિવાય બીજું કશું બોલીશ નહિ. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્ય એ પરમેશ્વર છે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | મારા જેવા અલ્પાત્માને માપવા માટે સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્યં શિવં સુન્દરમ્. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સૂડલા, સચ બોલો, સચ બોલો. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | મરતા માણસના હોઠ પર સત્ય બેઠું હોય છે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્ય - મનસા, વાચા, કર્મણા. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સૌંદર્ય એ સત્ય છે, સત્ય એ જ સૌંદર્ય છે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | આ પૃથ્વી પર તમે એટલું જાણી શકો એ એટલું જ જરૂરી છે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | બાળકો અને મૂર્ખાઓ સત્ય બોલે છે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | બધા જ સત્ય સાથે થોડું જૂઠાણું ભળેલું હોય છે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્યના મહાસાગરના કાંઠે હું કાંકરા વીણી રહ્યો છું. (ન્યૂટન) | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | યુદ્ધ જીતવા માટે જેટલી હિંમત જોઈએ તેના કરતાં એક સાચું સત્ય કહેવા માટે વધારે હિંમતની જરૂર રહે છે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | તમે જો એક દિવસ સુધી બોલશો, તો લોકો તમને ધક્કા મારશે, બીજે દિવસે કાઢી મૂકશે અને ત્રીજે દિવસે ખતમ કરી નાખશે. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સત્યપૂતાં વંદેન્ વાણીમ્. (મનુસ્મૃતિ) | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સાચને આંચ નહિ. | સત્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સાચ તરે ને જૂઠ ડૂબે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.